યમુનાગિતિકા
-
व्रजनाकस्य वनान्तरे, वन्वसियूथविशेषिणिं
प्रथितां तुरीय्पदभिधां, रसराज्रासरसेश्र्वरीम् । -
कमलवलीं नवमालिकां, कर्योधृतां भजतेजनः
यमुने । त्वदीयपदेडप्यहं प्रणमामि हे तपनत्मजे ।
-
भजतां सदैव समुध्ध्रसि व्रजवीथिका मटतं मुदा ।
तव वारिपानरतान् जनान् भवभीतिनाशनतत्परे ।
शरणागते व्रजनायकस्य तु भक्ति साधनदानकृत्
यमुने । त्वदीयपदेडप्यहं प्रणमामि हे तपनत्मजे ।
-
भवदीय भावयुता मुदा शरणेव्रजन्ति रसेश्र्वरं
दुरितं दुनोति यमानुजे । तव पनतो मनुजः सदा ।
शरणागस्तय हि रक्षणे तव निश्र्चितं च मनोव्रतं
यमुने । त्वदीयपदेडप्यहं प्रणमामि हे तपनत्मजे ।
-
विधृता मुरारिवदेव वेशमहोविराजित भानुजे
सकलाष्ट सिध्धि विशिष्ट दानमदेयदानमतिप्रदे ।
विनयावनम्रजनाय केसव भक्तिभाजनकारिणी
यमुने । त्वदीयपदेडप्यहं प्रणमामि हे तपनत्मजे ।
-
सुरदावनैर्मुनिभिश्र्व कच्छप वाहिनीम् परिपूजितां
रविजां तदिय गुणाष्टकैर्मम देशकैरभि संस्तुताम् ।
पुलिनेसुगन्धितपादपैर्मृकुज्जमण्डपसाज्च्लां
यमुने । त्वदीयपदेडप्यहं प्रणमामि हे तपनत्मजे ।
-
यमुनां हि भूर्भुवनात्मिकां विहगस्वनैश्र्व सुनादितां
कमलात्मबन्धुसुतां शिवाज सुरैश्र्व धिमहि ?बुध्धिदाम
कनकोज्वलाभयुतश्र्च् कફष्णानिभां शरण्य ह्रद्य्श्रवलां
यमुने । त्वदीयपदेडप्यहं प्रणमामि हे तपनत्मजे ।
-
हिम तुंग पर्वत संभवे शुचिदानकारण संपदे
हरिपादपद्म्जलेनसंकुलगंगया सह संगते ।
हरिपादपद्म्जलेनसंकुलगंगया सह संगते ।
यमुने । त्वदीयपदेडप्यहं प्रणमामि हे तपनत्मजे ।
-
न भविष्यतीह यमने पीडनमातुरेतव पुत्रके
कृतमेव तेन पयः सुपान मतोहि तेकरुणावशात् ।
तव सेवनाद् व्रजगोपिका निभमेव संभवित प्रिय ः
यमुने । त्वदीयपदेडप्यहं प्रणमामि हे तपनत्मजे ।
-
तव दासकेन विलिख्यते, मुदृगितिका शरणात्मिका
प्रभवेध पाठकृतः सुवै ष्णव विवर्धनकारिणी ।
व्रजभुषणातम भवने तेचरणेषु गीतमिहार्पितं
यमुने । त्वदीयपदेडप्यहं प्रणमामि हे तपनत्मजे ।
-
यति श्रीब्रजभूषणात्मज श्रिव्रजेश्वर कृ श्रीयमुनागितिका समर्पूणा ।
ભાવાર્થ
હે શ્રીયમુને ! વનાંતરમાં શ્રીવ્રજ્નાયાકના વનવાસી યૂથની આપ વિશેષ શોભા છો. આપને શ્રીપ્રભુ નાં તુર્ય સ્વામિનીજી રૂપે પ્રસિદ્ધિ મળેલી છે. અને આપ રસરાજનાં રાસ રશેશ્વરી છો. આપ ને કમળ ની નાવામાંલા શ્રીહસ્તમાં ધારેલાં સ્વરૂપમાં નિજજનો સ્મરણ કરે છે હે સૂર્ય પુત્રી ! આપનાં ચરણમાં હું પ્રણામ કરું છું .
હે શ્રીયમુને ! આપ દયાવાન છો . આપ નું ભજન કરતાં અને વ્રજની વિથીઓમાં ભ્રમણ કરતાં ભકતજનો જે આપનાં પયાપાનરૂપ આચમન કરનારા છે. એમની ભાવાભીતી નો આપ નાશ કરનારા છો. હે શ્રીસૂર્યપુત્રી ! આપ ના ચારનોમાં હું પ્રણામ કરું છું.
હે શ્રીયમુને ! આપનાં ભાવાબલથી ભક્તો પ્રસન્નતા પૂર્વક રસેશ્વર શ્રીકૃષ્ણના શરણમાં જાય છે. હે યમનાં ભગીની ! આપ એમના દોષનો નાશ કરી દો છો , જે લોકો સદા આપ ના જલનું પાન કરે છે. શરણાગત જીવોના રક્ષણ માટે આપે નિશ્ચિતરૂપમાં પોતાના મનમાં વર્ત ધારણ કરેલું છે. હે સૂર્ય પુત્રી ! આપ ના ચરણ માં હું પ્રણામ કરું છું.
હે શ્રીયમુને ! આપે ધારણ કરેલા મુરારી શ્રીકૃષ્ણ જેવા વેષથી હે ભાનુજા ! આપ શોભીત થઇ રહ્યાં છો. સકલ અષ્ટ સિધ્ધિઓને અને એનાથીયે વિશિષ્ટ દાનને તથા અદેય દાનને પણ આપ આપનારાં છો. વિનયથી નમ્ર જીવને કેસવની ભક્તિનું પાત્ર બનાવનારાં છો. હે સૂર્ય પુત્રી ! હું આપનાં ચરણ માં પ્રણામ કરું છું .
હે શ્રીયમુને ! દેવતાઓ, દાનવો, મુનીગણો દ્વારા આપને કચ્છપ વાહિની સ્વરૂપમાં પૂજિત કરવામાં આવે છે. સૂર્યપુત્રી સ્વરૂપે આપનાં ગુણોને 'શ્રી યમુનાષ્ટક' સ્વરૂપમાં મારા આચાર્યવર્યે પ્રસ્સુત કરેલા છે. સ્તુતિ કરેલી જ છે. આપનાં તટ પર સુગધિત પુષ્પાવાળા વૃક્ષોથી કુંજમંડપ આપની ધરાયેલી સાડીના અચલની શોભા રૂપે શોભી રહ્યા છે. હે સૂર્ય પુત્રી આપનાં ચરણોમાં હું પ્રણામ કરું છું.
હે શ્રીયમુને ! 'યમુનામ' પદમાં 'અ', 'ઉ', 'મ' નાં સંયોગથી 'ઓમ' કર પ્રણવનું સ્વરૂપ આપ પ્રકટ કરો છો.'ભૂ' અને 'ભુવન' માં આપનો અવરિત પ્રવાહ અને આપનાં તીર વૃક્ષો પર બેઠેલા પક્ષીઓના નાદથી સુનાદિત સ્વરૂપમાં 'ભૂ' 'ભુવ:' 'સ્વ:' આ સ્પષ્ટરૂપે દર્શાવી ગાયત્રીની વ્યહુતીઓનું પ્રદાન કરો છો. કમલના બંધુ સૂર્યના પુત્રી છો તેથી , 'તત સવિતુ:' પદને દર્શાવો છો. શિવ-બ્રહ્માદી દેવો દ્વારા કરાયેલા આપ બુદ્ધિ પ્રદાન કરો છો. 'ધિયો યો ન: પ્રચોદયાત' પદને પ્રસ્તુત કરો છો . આપનાં પ્રકાશ કિરણો સૂર્યના તેજ જેવા સોનેરી રંગના ભાસે છે અને આપ કૃષ્ણ જેવા સ્વરૂપમાં પોતાનું દર્શન કરાવી યુગલ સ્વરૂપની આભા દર્શાવી શરણય જીવોને હૃદય દેશમાં બિરાજી 'વારેન્યમ' પદને પ્રકટ કરો છો . હે સૂર્યપુત્રી ! આપનાં ચરણોમાં હું પ્રણામ કરું છું.
હે શ્રીયમુને! હિમાચલના ઊંચા શિખરોથી પ્રકટ થઇ લોકોને પવિત્રતાનું દાન કરવાની સંપૂર્ણ સત્તા ધરાવતા આપની સાથે શ્રીહરિના ચરણકમલથી પ્રવાહમાન થયેલા ચરણોદક સ્વરૂપ શ્રીગંગાજી સાથે સંગતિ કરી આપે એમના મહિમાને પણ વધાર્યો છે. કેમ કે , આપનાં સંગ દ્વારા એ પણ પુષ્ટિના સાધન નું સર્વસ્વરૂપે પ્રદાન કરનારા થયા છો. હે સૂર્યપુત્રી ! આપનાં ચરણોમાં હું પ્રણામ કરું છું.
હે શ્રીયમુને ! આપનું પયપાન કરનારા આતુર જીવોનું પણ યમરાજ દ્વારા પીડન નહિ જ થાય; કેમ કે , એ આપનું પયપાન કરનારા પુત્રો છે. અને આપની કરુણાના બળથી યમના ભયથી એ મુકત રહેવાના. આપનાં સેવનથી ભગવદ ભક્તોના પ્રિય શ્રીપ્રભુ થઇ જાય છે, જેવા વ્રજની ગોપીકોના એ પ્રિય છે. હે સૂર્યપુત્રી ! આપનાં ચરણોમાં હું પ્રણામ કરું છું.
હે શ્રીયમુને ! આપનાં આ દાસ દ્વારા આપનું શરણ સંપાદન કરનારી આ મધુર ગીતિકા લખેલી છે. જેનો પાઠ કરવાથી આ વૈષ્ણવતાનું વર્ધન કરનારી પણ છે. શ્રી વ્રજભૂષણનાં આ પુત્રે આપનાં ચરણમાં આ ગીત અર્પિત કરેલું છે. હે સૂર્યપુત્રી ! આપનાં ચરણોમાં હું પ્રણામ કરું છું.