પુષ્ટિમાર્ગના ત્રણ સ્તંભ

રાગ, ભોગ અને શૃંગાર એ ત્રણે શ્રી ઠાકોરજીની નિત્ય સેવામાં પુષ્ટિમાગીર્ઓ દ્વારા અર્પણ કરાયછે. વર્ષો પહેલા શ્રી વલ્લભાચાર્યજી અને શ્રી ગુંસાઈજી [ શ્રી વિઠ્ઠલનાથજી ]એ રાગ ભોગ અને શૃંગાર સહિતની નિત્ય સેવાના ક્રમનો પ્રારંભ કર્યો અને સમજાવ્યો.
પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજીને ૠતુ અને દિવસ અનુસાર અલગ અલગ ભોગ, સંગીત અને શૃંગાર અર્પણ કરાય છે.અને તેથી જ પુષ્ટિમાર્ગ આટલો રંગીન અને જીવંત જણાય છે.