પુષ્ટિમાર્ગના પાંચ તત્વો

જે રીતે મનુષ્ય દેહ પંચ મહાભૂત [આકાશ અગ્નિ જળ વાયુ પૃથ્વી.]નો બનેલો છે તેવી જ રીતે પુષ્ટિમાર્ગ પણ પંચ તત્વોથી બનેલ છે.જેમાં પ્રભુ શ્રીનાથજી આકાશતત્વ, શ્રી વલ્લભ અગ્નિતત્વ, શ્રી યમુનાજી જળતત્વ, શ્રી ગોવર્ધન ગિરિરાજ વાયુતત્વ અને શ્રી વ્રજભૂમિ પૃથ્વીતત્વ રૂપે છે.શ્રીવલ્લભ શ્રીયમુનાજી શ્રીગિરિરાજજી અને વ્રજભૂમિના સંયોગથી રચાયેલું શ્રીનાથજીનું પૂર્ણ સ્વરૂપ પુષ્ટિમાગીર્ વૈષ્ણવોના સેવ્ય સ્વરૂપ તરીકે પ્રદાન થયું છે.પુષ્ટિમાર્ગી વૈષ્ણવોના પુષ્ટિસ્વામી શ્રીનાથજીબાવા એમના ગુરૂચરણ શ્રીવલ્લભના સેવ્ય ઠાકોરજી છે.શ્રી યમુના મહારાણીમાં પ્રાણપતિ છે.શ્રી ગોવર્ધનને ધારણ કરનાર પરબ્રહ્મ પરમાત્મા છે.અને શ્રી વ્રજભૂમિની રજ રજમાં સદા રમણ કરી રહેલા પરમતત્વ રૂપે પણ તેઓ જ છે.