ડોલોત્સવ
ડોલોત્સવ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય તે દિવસે થાય. મંદિરો અને વૈષ્ણવોનાં કેટલાક ઘરોમાં રાજભોગ આવે. ડોલ તિબારીમાં આંબાના પાન અને ફુલોથી ઘેરો ડોલ તૈયાર કરે અને તેને સફેદ ઝુલ તથા પિંછવાઈ બિછાના બંધાય.બાદ ડોલનું અધિવાસન કરાય છે.ત્યાં પ્રભુ ઝુલે અને અબીલ ગુલાલ ઈત્યાદિ રંગોથી અને ભીના રંગથી ભારે ખેલ ખેલાય છે.એ રીતે ચાર ખેલના દર્શન થાય અને ત્રણ ભોગ ધરાય.તેમાં સખીજનોના ભાવથી ખેલાય અને ચોથો ખેલ પ્રભુના પોતાના ભાવથી ખેલાય.એ ક્રિડાનો ભાવ અધિકાર વીના વધારે સમજાય એમ નથી. એ પ્રમાણે ‘ભાવભાવના’ પુસ્તકમાં જણાવ્યું છે.તેથી ડોલો ત્સવમાં ત્રણ ભોગ અને ચાર ખેલનો ભાવ પોતાના ગુરૂ ઘરની સેવા પ્રણાલિ પ્રમાણે સમજી વિચારી લેવો.[ડોલોત્સવ અને હિંડોળાલીલામાં નિકુંજલીલાનો ભાવ હોવાથી નિજ મંદિરમાં ડોલ બંધાતો નથી.] નિકુંજમાં પ્રભુ પધારી ચાર પ્રકારના ભક્તો સાથે વિહાર કર્યો.તેમાં પ્રથમ નિર્ગુણ પછી સાત્વિક, રાજસી, અને તામસી, આ ચાર યુથાધિપતિઓની ભાવના છે.પુષ્ટિમાં આચાર્યજીએ સેવામાં શાસ્ત્રની મર્યાદા રાખી હોવાથી મંદિરોમાં થતાં પ્રભુના ઉત્સવો નક્ષત્ર ઘડીયોગ જોઈને કરવામાં આવે છે.અને [તેથી પંચાંગનો નહીં પરંતુ] પુષ્ટિમાગીર્ય ઉત્સવવ્રતની ટિપ્પણીનો અવશ્ય ઉપયોગ કરવો તેમાં લખ્યા પ્રમાણે વ્રતઉત્સવો સહિત પ્રભુની સેવા કરવી.