તુલસીવિવાહ/દેવદિવાળી

દેવપ્રબોધિની એકાદશીને દેવપ્રબોધિની દેવ દિવાળી કહે છે.આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે.તેમ જ અષાડ સુદ ૧૧થી શયન કરી રહેલા ભગવાનને જગાડવામાં આવે છે.આ દિવસે તુલસીવિવાહ કરવામાં આવે છે.પુષ્ટિ મંદિરોમાં આજે શેરડીનો મંડપ કરવામાં આવે છે.જેમાં દીવા કરવામાં આવે છે. આજે પ્રભુને રજાઈ, ગદ્દલ, અંગિઠી, તથા કાચાં ફળો ધરવામાં આવે છે.પ્રબોધિનીએ જાગરણ કરાય તેને ‘રાત્રિજગો’ કહેવાય છે.જે ચાર યુથાધિપતિની ભાવના અને તત્સુખનો ભાવ છે. કુંજમાં ભક્ત્ આવે છે અને ત્યાં વિવાહખેલ આદિ ચતુર્થભક્ત જાગરણ કરી, ભોગ ધરી, આરતી કરી વિરહતાપ દૂર નિવારણ છે. પુષ્ટિમાર્ગમાં સ્ત્રીશુદ્રાદિક પણ પોતાના ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજીને તુલસી સમર્પી શકે છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.