ઉત્થાપન દર્શન

ઘંટનાદ થાય પછી દર્શન ખુલે.પ્રભુને પાઘનો મુખ્ય શૃંગાર થાય.કૃષ્ણ નામ ધારી અષ્ટસખા એટલેકે સૂરદાસના પદ રાગ ગોડી યમન અને નટપૂવીર્માં ગવાય.

ઘટિકા માટે વૃંદાવનની કુંજોમાં વિશ્રામ કરવા ગયા છે એવા ભાવથી અનવાસરનો સમય નિશ્ચિત થાય છે.વિશ્રામ બાદ ઠાકોરજીને હવે શંખનાદ દ્વારા જગાડવાના છે કેમકે પશુધનને વનમાંથી પાછા લાવ વાની વેળા થઈ છે.સવારથી ચરવા ગયેલી ગાયોને ચરાવવા ગયેલ ગ્વાલ બાલોને પાછા વાળવા માટે તો કહાનને જગાડવા પડે. આ જગાડવાની વિધિ એટલે ‘ ઉત્થાપન સેવા ’
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.