શૃંગારદર્શન
શ્રીઅંગને શૃંગાર કરી દર્પણ ધરવામાં આવેછે. મેવા મિષ્ટાનનો ભોગ ધરવામાં આવે છે.ભોગ બાદ શ્રી હસ્તમાં મોરલી ધરવામાં આવે છે. શ્રીકૃષ્ણના સખા શ્રી ભોજ - નંદદાસના કિર્તન રાગ રામકલી, ગુણકલી, બિલાવલમાં ગવાય છે.
શૃંગાર સમયે ઠાકોરજીને દર્પણ બતાવવામાં આવે એ પાછળનો ભાવ એટલો જ કે સર્વ વસ્ત્રાલંકારનું નિયોજન સંતોષકારક રીતે થયું છે એની ખાતરી ઠાકોરજી સ્વયં કરી શકે.શૃંગારના દર્શનનો સમય પ્રભુ બાલકૃષ્ણને ખેલવા જવાની અવધિ છે.એ ખેલની એક ક્રિયા નિમિત્તે બાલકૃષ્ણને રાસ રમવા લલચાવવા આવેલી ગોપાલાઓ મિષ્ટ વ્યંજનો લાવી હોય એવા ભાવથી ઠાકોરજીને મેવા મિષ્ટાનનો ભોગ ધરાય છે.એટલા માટે તો આ ભોગને ‘ગોપીવલ્લભ ભોગ ’ એવું નામ આપવામાં આવ્યું છે.
