‘હું આપું છું’ એવી ભાવનાને બદલે ‘ પ્રભુએ અપાવેલું હું આપું છું.’ એવી ભાવના સેવે તે સાચા વૈષ્ણવ.
પુષ્ટિવૈષ્ણવની વૈષ્ણવતા અને વિશિષ્ટતા

-
૧)
-
૨)પરમાનંદ સ્વરૂપ શ્રીકૃષ્ણ પ્રભુ પ્રત્યેક વૈષ્ણવના હ્રદયમાં સૂતેલા છે.એમને જગાડવા હોય તો યશોદામાતાની જેમ શરીરથી મનથી અને વચનથી ભક્તિરસ તરબોળ બનીને ‘શ્રીકૃષ્ણ શરણં મમ્’ ના જે અજપાજાપ અહર્નિશ જપ્યા કરે તે જ સાચો વૈષ્ણવ.
-
૩)સારી વસ્તુમાં જેને સારાપણું દેખાય એ ‘સાધારણ વૈષ્ણવ’ કહેવાય.પરંતુ ખરાબ વસ્તુમાં પણ જેને સારું તત્વ દેખાય અને જીવમાત્રમાં પરમાત્મા શ્રીકૃષ્ણના જ દર્શન થાય તે જ ઉત્તમ વૈષ્ણવ કહેવાય.
-
૪)‘પોતાનો દેહ પ્રભુના ચરણોંમાં સમર્પિત કરી એનું દાસત્વ સ્વીકાર્યું છે.’ એ વાતનું સ્મરણ અને ભાન રહે એ ભાવનાથી ગળામાં તુળસીની કંઠી પહેરેલી રાખે તે જ સાચો વૈષ્ણવ.
-
૫)એકલા ઠાકોરજીની સેવા કરે તે વૈષ્ણવ.પરંતુ જેને જોયા પછી જેનો સત્સંગ કર્યા પછી ઠાકોરજીની સેવા કરવાનું મન થાય શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનું મન થાય તે પરમ વૈષ્ણવ.
-
૬)સેવા અને પ્રભુસ્મરણ જેની દિનચર્યાનો એક ભાગ બની જાય તે વૈષ્ણવ.સેવા અનેસ્મરણ વીના જેને ચેન ન પડે તે સાચો વૈષ્ણવ. પરંતુ સેવા અને સ્મરણ માટે જ જે જીવે તે પરમ વૈષ્ણવ.
-
૭)સવારે જાગે ત્યારથી માંડીને રાત્રે સુએ ત્યાં સુધીમાં પોતાના શરીર મન વાણી બુદ્ધિ જ્ઞાનેન્દ્રિય તથા સ્વભાવગત જે કાંઈ ક્રિયાઓ સંકલ્પો આદિ બને યા થાય તે તમામ તે જ ક્ષણે પુષ્ટિપ્રભુ શ્રીકૃષ્ણના ચરણારવિંદમાં સમર્પિત કરી દેવાની જેણે ટેવ પાડી હોય તે જ સાચો વૈષ્ણવ.
-
૮)પોતાને મળેલા માનવદેહને નિઃસાર માને એટલું જ નહીં પણ એ દેહને લઈ આ લોકમાં જે સ્તુતિ કે નિંદા થતાં હોય તેને પોતાના ન માને અને હું દેહથી જુદો છું એવા સાક્ષીભાવથી સદા જાગૃત રહીને જે પોતાનો દુન્યવી વ્યવહાર ચલાવતા ચલાવતા પોતાના મન બુદ્ધિને નિરંતર પ્રભુ શ્રીકૃષ્ણમાં પરોવાયેલા રાખે તે જ સાચો વૈષ્ણવ.
-
૯)ભગવાન ભક્તિ ભગવદ્ અને ભગવદીયતા આ ચાર સિવાય બીજા કોઈનું આ જગતમાં અસ્તિત્વ જ નથી એવા દ્દઢ વિશ્વાસ અને નિષ્ઠા જેના હ્રદયમાં સદાસર્વદા વિદ્યમાન રહેતા હોય તે જ પરમ વૈષ્ણવ.