શ્રીકૃષ્ણ એ જ સાક્ષાત શ્રીનાથજી
ગોલોકમાં બિરાજતા પૂર્ણ પુરૂષોતમ ભગવાન સારસ્વત કલ્પમાં વ્રજ - ગોકુળમાં પ્રગટ થયા હતા અને શ્રીકૃષ્ણના નામે પ્રસિધ્ધ થયા હતા. શ્રીકૃષ્ણને વ્રજમાં પ્રગટ થયે હજારો વર્ષો થઈ ગયા. દરમ્યાન ઘણા ભકતાત્માઓને ફરી પુથ્વી પર જન્મ લેવાનો થયો. ફરીથી તેમનો ઉધ્ધાર કરવાની જરૂર ઉભી થઈ. ત્યારે ભગવાને પોતાના કૃપાશકિત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે , "દૈવી જીવોનો અંગીકાર કરવા માટે આપે પણ પુથ્વી પર પ્રગટ થવું પડશે. ' શ્રીઠાકોરજીએ આ વાત સ્વીકારી. તેથી શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી સ્વરૂપે શ્રીકૃષ્ણ આજથી લગભગ સવા પાંચસો વર્ષ પૂર્વે ભારતમાં પ્રગટ થયા. ભગવાન શ્રીકૃષ્ણ ફરીથી કળિયુમાં આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં વ્રજમંડળમાં આવેલા શ્રી ગિરિરાજ પર્વતમાંથી

શ્રી શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા. માટે શ્રીનાથજી એ જ સાક્ષાત શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ એ જ શ્રીનાથજી છે. આપના પ્રગટ થવાના મુખ્ય ત્રણ કારણ હતાં.
  • ૧)  ગોલોકમાંથી છૂટા પડેલા ભક્તજીવોનો અંગિકાર કરીને તેમનો ઉધ્ધાર કરવો.
  • ૨)  સારસ્વત કલ્પમાં શ્રીકૃષણ સ્વરૂપે કરેલી આનંદાત્મક લીલાઓનો ફરીથી અનુભવ કરાવવો.
  • ૩)  સારસ્વત કલ્પનો સેવાપ્રકાર ફરીથી શરૂ કરાવવો.

આજે શ્રી શ્રીનાજીનું આ સ્વરૂપ નાથદ્વારામાં બિરાજે છે. આ સ્વરૂપ કોઈ માનવે કે શિલ્પકારે ઘડેલું નથી. સ્વયંસિધ્ધ સ્વરૂપ છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.