પુષ્ટિમાર્ગ

પુષ્ટિનો એક અર્થ છે ‘અનુગ્રહ’ યાને કૃપા.વણમાગે મળે એ પુષ્ટિ અને માગવાથી મળે એ દાન.પુષ્ટિમાર્ગ એ વણમાગી કૃપાનો માર્ગ છે.સાધનહીન જીવો પર ગુરૂ અને ગોવિંદ બન્ને કૃપા કરે અને તેને તેને પોતાના મૂળ સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિથાય એ પુષ્ટિમાર્ગનો આશય છે.ગુરૂકૃપા દ્વારા ભક્તે ઉપર ભગવાનનો અનુગ્રહ થાય અને ભક્તેની ભક્ત્નેિ એવું પોષણ મળે કે તેઓ પુષ્ટ થાય તથા તેના પરિપાક રૂપે ભક્તે પ્રભુ શ્રીકૃષ્ણની નિત્યલીલા માં પ્રવેશ પામવાને અધિકારી બને.

પુષ્ટિમાગીર્ વૈષ્ણવે પ્રભુપ્રાપ્તિની મંજિલ ભણી આગળ વધવા ત્રણ સોપાન સર કરવાના છે.અને તે .

એટલે પ્રેમ આસક્તિ અને વ્યસન.બાળલીલાઓનું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સ્મરણ એ શ્રીકૃષ્ણ તરફના પ્રેમનું પ્રથમ પગલું છે.પ્રોઢલીલાઓનું વિશ્વાસપૂર્વક પઠન કરવું એ શ્રીકૃષ્ણ પ્રતિ આસક્તિનું દ્વિતીય પગલું છે.રાજલીલાઓનું હ્ય્દયપૂર્વક ચિંતન કરવાથી શ્રીકૃષ્ણ પ્રત્યેના વ્યસનનું તૃતીય સોપાન સર થાય છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.