ગ્વાલદર્શન
શ્રીકૃષ્ણ વ્રજમાં ધેનું ચરાવવા જતા હતા તે ભાવથી ગ્વાલસેવાના દર્શન કરાવવામાં આવે છે.શ્રીમસ્તકે પાઘનો[ટીપારાનો] શૃંગાર ધરવામાં આવે છે.મુખીયાજી આવીને પ્રભુના કાનમાં કહે છે કે ગાયો બધી ક્ષેમકુશળ છે. ત્યાર બાદ ઘૈયાનો ભોગ ધરાય છે.પ્રભુના સખા શ્રી દામાજી - ગોવિંદદાસના પદ રાગ તોડી, ધનાશ્રી, આસાવરી, ભૈરવ, સૂર્યા, રઘુરાય, બિલાવલ વગેરે રાગોમાં ગવાય છે.
ગ્વાલદર્શનમાં બાલકૃષ્ણ વ્રજમાં ધેનુ ચરાવવા જાય છે એવો ભાવ નિહિત છે. જ્યારે ઘૈયાનો હળવો ભોગ એટલા માટે ધરાય છે કે શૃંગારના સમયે ગોપગોપીઓએ અનેક રમ્ય પકવાન લાલાને જમાડ્યા

હોય એટલે હળવો ભોગ ધરવો ઉચિત ગણાય.ગ્વાલદર્શનમાં શ્રીનાથજીને વેણુ કે પુષ્પ ધરાવવાની જરૂર નથી કેમકે એમ કરવાથી આ સેવા પાછળનો મૂળ ભાવ ‘ઠાકોરજી સખા - સખી સાથે ખેલી રહ્યા છે’ તે ભાવ જળવાશે નહીં.