શ્રીનાથજીનું પ્રાગટય
સાંપ્રદાયિક માન્યતા મુજબ જે દિવસે ચંપારણ્યમાં શ્રીમહાપ્રભુજીનું પ્રાગ્ટય થયું તે જ દિવસે શ્રી ગોવર્ધનધરણ પ્રભુના સંપૂર્ણ સ્વરૂપનું પ્રાગટય શ્રી ગોવર્ઘનગિરિ ઉપર વ્રજમાં થયું. ગોવર્ઘનગિરિ ઉપર સંવત ૧૪૬૭ [ઈ.સ.૧૪૧૦] ના શ્રાવણ વદ ત્રીજને રવિવાર શ્રી ગોવર્ઘનધારણના વામભૂજના દર્શન થયા. શરૂઆતમાં ઈંટચૂના નુ નાનું મંદિર સંવત ૧૫૩૮ [ઈ.સ.૧૪૮૧] માં બનાવ્યું. સંવત ૧૫૫૬ ના [ઈ.સ.૧૪૪૯] વૈશાખની અક્ષયતૃતીયાને દિવસે પધરાવ્યું. નાથદ્રારાનું મંદિર અંબાલાના પૂરણમલ ઠાકૂરે બનાવ્યું હતું. શ્રી કૃષ્ણદાસજી સૌ પ્રથમ સેવાના અધિકારિ બન્યા હતા .
