રાધાષ્ટમી
ભાદરવા સુદ આઠમે અનુરાધા નક્ષત્રમાં બરસાના ગામના રાજા વૃષભાનજીને ત્યાં કીર્તિરાણીની કૂખે શ્રી રાધિકાજીનો જન્મ બપોરના બાર વાગે થયો.એ અલૌકિક પુત્રીને નિહાળવા માટે નારદમુનિ, ગર્ગાચાર્યજી અને શાંડિલ્યમુનિ પધાર્યા અને રાજદુલારી શ્રી રાધિકાજીનું અનુપમ સ્વરૂપ નીરખી ભાવવિભોર થયાં.શ્રી વલ્લભાચાર્યજી રાધાજીને ‘શ્રી સ્વામિનીજી’ ના નામથી સંબોધે છે.પુષ્ટિના મંદિરોમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રમાણે જ રાધાષ્ટમી ઉજવાય છે.રાધિકા અને ગોપીજનો કોઈ સાધારણ સ્ત્રીજનો નથી.પરંતુ પ્રાતઃસ્મરણીય પુણ્ય કીર્તિ, મહાભાગા, પ્રભુ ની આનંદમયી શક્તિઓ છે.રાધિકા અને ગોપીજનોનાં તન, મન, ધન, પ્રાણ પ્રીતમ પ્રભુ શ્રીકૃષ્ણનું જ હતું અને છે.પ્રભુ સાથેની અનેક લીલાઓમાં ચીરહરણ, રાસલીલા, દાનલીલા, માનલીલા ઈત્યાદી મધુર અને ભાવાત્મક છે.ભગવદ્, અનુગ્રહ અને હૃદય ની શુધ્ધ ભાવના વીના એમાં સમજ પડે એમ નથી. રાજા વૃષભાનજીને ત્યાં કીર્તિરાણીની કૂખે શ્રી રાધિકાજીનો જન્મ બપોરના બાર વાગે થયો.એ અલૌકિક પુત્રીને નિહાળવા માટે નારદમુનિ, ગર્ગાચાર્યજી અને શાંડિલ્યમુનિ પધાર્યા અને રાજદુલારી શ્રી રાધિકાજીનું અનુપમ સ્વરૂપ નીરખી ભાવવિભોર થયાં.શ્રી વલ્લભાચાર્યજી રાધાજીને ‘શ્રી સ્વામિનીજી’ ના નામથી સંબોધે છે.પુષ્ટિના મંદિરોમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રમાણે જ રાધાષ્ટમી ઉજવાય છે.રાધિકા અને ગોપીજનો કોઈ સાધારણ સ્ત્રીજનો નથી.પરંતુ પ્રાતઃસ્મરણીય પુણ્ય કીર્તિ, મહાભાગા, પ્રભુની આનંદમયી શક્તિઓ છે.રાધિકા અને ગોપીજનોનાં તન, મન, ધન, પ્રાણ પ્રીતમ પ્રભુ શ્રીકૃષ્ણનું જ હતું અને છે.પ્રભુ સાથેની અનેક લીલાઓમાં ચીરહરણ, રાસલીલા, દાનલીલા, માનલીલા ઈત્યાદી મધુર અને ભાવાત્મક છે.ભગવદ્, અનુગ્રહ અને હ્ય્દયની શુધ્ધ ભાવના વીના એમાં સમજ પડે એમ નથી.
રાધિકાજી સમસ્ત ગોપાંગનાઓના અધિષ્ઠાત્રી છે.આજે પુષ્ટિ મંદિરોમાં ‘ઢાઢી લીલા’ ગવાય છે ત્યારે ઢાઢી લીલાના પદો ગવાય છે.ઢાઢીલીલાની શરૂઆત થાય ત્યારે પ્રથમ શ્રી નંદરાયજીની, શ્રી ઠાકોરજીની અને શ્રી વલ્લભકુળની વંશાવલી ગવાય.બાદમાં ઢાઢીલીલાના પદો ગવાયા પછી ઢાઢી-ઢાઢીનને દાન અપાય પછી તે વિદાય થાય છે.
ઢાઢી એ એક કોમ-જાતિ છે.જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે નંદરાયજીને ત્યાં બધી જગ્યાએથી જાતજાતનાં કલાકારો પ્રભુના દર્શન અને ગુણગાન કરવા આવ્યા હતાં.એ લોકોએ જુદા જુદા વેશપરિધાન ધારણ કરી પ્રભુના ગુણગાન કર્યા.નંદરાયજીએ ખુબ ઈનામો આપ્યાં હતાં.તેજ રીતે આજે પણ ઢાઢી-ઢાઢીન શૃંગાર કરી પ્રભુ સન્મુખ આવી કીર્તન કરે છે.