પુષ્ટિમાર્ગમાં શ્રીરાધિકાજી [શ્રીસ્વામિનીજીનું] મહત્વ

શૃંગારમાં જે આરસી પ્રભુ સન્મુખ ધરવામાં આવે છે તેની સરખામણી શ્રી રાધિકાજી સાથે કરવામાં આવે છે. અષ્યામસેવા દરમ્યાન શ્રીનાથજીના કંઠમાં કમળની પાખડીનો હાર પહેરાવાય છે આ કમળ પત્રક રાધાજીના હ્રદયનું પ્રતીક છે, જે ઠાકોરજી પોતાના હ્રદયનિકુંજમાં ધારણ કરે છે.

શ્રીનાથજીના લલાટ પરનું તિલક શ્રીરાધિકાજીના ચરણચિહનનું પ્રતીક છે. શયનમંદિરના દ્વાર શ્રીરાધાજીની પાંપણો છે.

પ્રભુની સન્મુખ ધરાતા ઝારીજીની ઉપર લપેટેલું લાલ વસ્ત્ર શ્રીયશોદામાતાનો વાત્સલ્ય ભાવ છે.પરંતુ તેની નળીનો ભાવ કે જેમાંથી જમુનાજળની ધારા થાય છે તે શ્રીરાધાજીના માધુર્યભાવનું પ્રતીક છે.શૃંગારભોગમાં શ્રીઠાકોરજીને બે કટોરી ધરાય છે.એકમાં મિઠાઈ અને બીજામાં માખણમીસરી. આમાં જે મીસરી છે તે શ્રી સ્વામિનીજી ના અધરામૃતની ભાવના છે.

પલના અને તેના ભોગની ભાવનામાં પલનામાં પણ ચાદરની ઉપર છેલ્લે એક ચોથી ચાદર કે જેના પર શ્રીઠાકોરજી પોઢે છે તે શ્રીરાધિકાજીના હ્રદયનો ભાવ સૂચવે છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.