શ્રી મહાપ્રભુજીના સાત અલૌકિક સ્વરૂપથી સ્વરૂપાનંદનું દાન

શ્રી મહાપ્રભુજી સાત અલૌકિક સ્વરૂપોથી પોતાના સેવકોને સ્વરૂપાનંદનું દાન કરે છે.
  • ૧)
    મુખ્ય પુરૂષાકાર - સુધાસ્વરૂપ  :  
    શ્રી મહાપ્રભુજીની દિવ્ય વાણીમાં આપશ્રી અલૌકિક નામાત્મક સ્વરૂપે બિરાજો છો.જેમ શ્રી કૃષ્ણે વેણુનાદ દ્વારા પોતાની અધરસુધાનું પાન વ્રજના જડચેતનને કરાવ્યું હતું તેમ શ્રી મહાપ્રભુજીએ પોતાની દિવ્ય વાણી દ્વારા પોતાની અધરસુધાનું પાન કરાવી એ અલૌકિક સુધા સ્વરૂપે આપણાં રોમરોમમાં બિરાજે છે.આજના સમયમા શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય અને સાનુભવ આપણાં ગંથોના પાઠ અને સ્વાધ્યાયથી વિશેષ અનુભવાય છે.

  • ૨)
    આનંદ સ્વરૂપ - કૃષ્ણ સ્વરૂપ  :  
    શ્રી મહાપ્રભુજી એટલે શ્રી સ્વામિનીજીના હ્રદયમાં બિરાજમાન પ્રભુનું પુંભાવાત્મક સ્વરૂપ.આથી આપે પોતાના સેવકોને સેવા માટે ભગવદ્ સ્વરૂપ પધરાવી આપતાં આજ્ઞા કરીકે ‘ આ મારું સર્વસ્વ તમને સોંપું છું.’ આપણા માથે આપણા સેવ્ય સ્વરૂપશ્રી મહાપ્રભુજી આ ભાવાત્મક સ્વરૂપે બિરાજી સંયોગ ધર્મ અને અને સંયોગ ધમીર્ સ્વરૂપ નો અનુભવ કરાવે છે.

  • ૩)
    પરમાનંદ સ્વરૂપ-સ્વામિની સ્વરૂપ  :  
    શ્રી મહાપ્રભુજી એટલે શ્રી ઠાકોરજીના હ્રદયમાં બિરાજતું શ્રી સ્વામિ્નીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ.આ સ્વરૂપથી આપ સદાસર્વદા ભગવદ્ વાર્તા અને લીલા ચિંતનમાં નિમગ્ન રહો છે.માટે આપનું નામ છે ‘ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ સુપૂરિતઃ.’ આ વિપ્રયોગ ધર્મ સ્વરૂપે આપે ભક્તોને પોતાનો સ્વરૂપાનુભવ કરાવે છે.વિપ્રયોગ રસનું દાન કરે છે.

  • ૪)
    કૃષ્ણાય સ્વરૂપ- ભગવદ્ મુખારવિંદનું સ્વરૂપ  :  
    શ્રી મહાપ્રભુજી ભગવદ્ મુખારવિંદ સ્વરૂપ છે. આ સ્વરૂપે આપ બાહ્ય અને અંતરમાં સદા નિકુંજ લીલારસમાં ડુબેલા છે.આપનું આ સ્વરૂપ ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ છે.જેનો અનુભવ શ્રી દામોદરદાસજી આદી ભગવદીયોને આપે કરાવ્યો છે.આ સ્વરૂપ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના ઉભયભાવનું સંશ્લિષ્ટ સ્વરૂપ છે.

  • ૫)
    વૈશ્વાનર - તાપાત્મક સ્વરૂપ  :  
    વૈશ્વાનર એટલે અગ્નિ.શ્રી સુબોધિનીજીના પ્રારંભમાં આપે પોતાના આ સ્વરૂપનો પરિચય સ્વયં આપ્યો છે.આ સ્વરૂપથી આપ આસુરી જીવોને દૂર રાખો છો. સ્વભક્તોને ભગવદ્ પ્રાપ્તિ માટે આવશ્યક દીનતા, વિરહ , પ્રેમનું દાન કરે છે.

  • ૬)
    શ્રી વલ્લભ સ્વરૂપ - લીલા મધ્યપાતી સ્વરૂપ  :  
    શ્રી યુગલ સ્વરૂપના માનમિલાપ માટે નિજધામમાં પ્રગટ થયેલું સ્વરૂપ.આપ સૌ નિજ્જનોના પ્રિય હોવાથી - કૃપાસ્વરૂપ હોવાથી શ્રી વલ્લભ નામે પ્રસિધ્ધ થયા.

  • ૭)
    શ્રી આચાર્ય સ્વરૂપ - સન્મનુષ્યાકૃતિ સ્વરૂપ  :  
    પૃથ્વી પર શ્રી લક્ષ્મણ ભટ્ટનંદન સ્વરૂપે પધાર્યા તે સ્વરૂપ. કિશનગઢમાં બિરાજતા ચિત્રજીમાં આ સ્વરૂપના દર્શન થાય છે.આ સ્વરૂપે આપ જીવોને બ્રહ્મસબંધ આપી શરણે લો છે.માયાવાદ દૂર કરી બ્રહ્મવાદનું સ્થાપન કરો છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.