શ્રીનાથજી ના ચરણકમળના ચિહનો
  • ૧)
    શ્રીનાથજીના જમણા ચરણકમળના ચિહનો :

    શ્રીનાથજીના જમણા ચરણારવિંદમાં નવ ચિહ્ન છે. જયારે પાદપંકજમાં સાત ચિહ્ન છે. જમણાં ચરણાવિંદના ચિહ્નોની દિવ્ય ભાવના
    • ૧)
      ધ્વજચિહ્ન  :  
      જમણાં ચરણાવિંદમાં અગ્રભાગે ધ્વજનું ચિહ્ન છે જે દર્શાવે છે કે, 'શરણે આવેલાં સર્વ જીવોને પ્રભુ આ ધ્વજ નીચે અભય આપશે.' તેની નીચે અંકુશનું ચિહ્ન છે જે દર્શાવે છે કે, ભકતોના હાથી જેવા મદોન્મત ચિત્તને નાથીને પ્રભુ પોતાના હ્રદયમાં સ્થાન આપે છે. પછી કમળનું ચિહ્ન છે એ બતાવે છે કે ભક્તિરૂપી જળમાં રહેલા ભક્તોના કમળરૂપ હ્રદયને પ્રભુ ધારણ કરે છે .

    • ૨)
      વજ્રનુંચિહ્ન  :  
      શરણે આવેલા જીવના પાપ રૂપી તેમજ સંકટ રૂપી પર્વતોને પ્રભુ છેદી નાખે છે.

    • ૩)
      સ્વસ્તિક  :  
      શરણે આવેલા જીવના સર્વ અમંગલ દૂર કરી તેના જીવનમાં મંગલ સ્વસ્તિક રચે છે.

    • ૪)
      અષ્ટકોણ  :  
      શરણે આવેલા જીવને પ્રભુ આષ્ટકોણ ઐશ્વર્ય તથા અષ્ટસિધ્ધિનું દાન કરે છે.

    • ૫)
      જવ  :  
      પ્રભુને શરણે આવેલાને ધાન્યની કદી ખેંચ પડતી નથી.

    • ૬)
      દિવ્યરેખા  :  
      પ્રભુને શરણે જનારની હંમેશા ઉર્ધ્વગતિ થશે.

    • ૭)
      કળશ  :  
      પ્રભુના શરણે આવનારનો હ્રદયરૂપી કળશ સદાસર્વદા ભક્તિરસથી ભરપૂર રહેશે.

  • ૨)
    શ્રીનાથજીના ડાબા ચરણકમળના ચિહનો :

    • ૧)
      ગાયની ખરી [ગોષ્પદ]  :  
      માતા સમાન પવિત્ર ગાયમાં જેમ સર્વતીર્થોનો વાસ છે. તેમ પ્રભુના ચરણકમળને શરણે રહેનારને સકળ તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે.

    • ૨)
      જાંબુ  :  
      પ્રભુના ચરણકમળ લૌકિક તેમજ અલોકિક એમ બન્ને પ્રકારની સંપતિ આપવાવાળા છે.

    • ૩)
      માછલું [મત્સ્ય]  :  
      માનવીનાં માછલાં જેવાં ચંચળ મનને પ્રભુના ચરણાવિંદ જ સ્થિરતા પ્રદાન કરે છે

    • ૪)
      ધનુષ્ય  :  
      નમ્રતા તથા કાળનાં પ્રતીક રૂપ ધનુષ્યની જેમ પ્રભુના શરણમાં જનાર મનુષ્ય નમ્ર, વિવેકી અને વિનયી બને છે તથા કાળનું ચક્ર તેને બાધક બનતું નથી.

    • ૫)
      ત્રિકોણ  :  
      કામ, ક્રોધ અને લોભની ત્રિરેખાઓથી ઘેરાયેલા જીવના ત્રિદોષ દૂર કરીને પ્રભુ તેને નિજ શરણે રાખે છે.

    • ૬)
      આકાશ  :  
      આકાશની જેમ પ્રભુ શ્રીકૃષ્ણ સર્વાધાર અતિ સુક્ષ્માતિસુક્ષ્મ છે.

 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.