પુષ્ટિમાર્ગમાં બ્રહ્મસબંધનો ભાવાર્થ

ભગવાન શ્રીકૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થયેલ હોવાથી છૂટી ગયેલો દાસભાવનો સબંધ ફરી જોડવા માટેની દિક્ષા એ ‘ બહ્મસબંધ ’. અને તે દિક્ષા દ્વારા આપણી મમતાનું પ્રભુને સમર્પણ.
હ્ય્દયમાં તાપક્લેશનો આનંદ જાગેલો છે તેવો હું જીવ ભગવાન શ્રીકૃષ્ણને શ્રીગોપીજનવલ્લભને દેહ, ઈન્દ્રીય, પ્રાણ, અંતઃકરણ તેના ધર્મો, સ્ત્રી, પુરુષ, ઘર, પુત્ર, કુટુંબ, ધન આ લોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ ! હું તમારો છું.