દાન એકાદશી - પરિવર્તિની એકાદશી

દાનલીલાની શરૂઆત ભાદરવા સુદ એકાદશીથી થાય અને ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે.દૂધ શ્રી સ્વામિનીજીનું અધરામૃત છે.દહીં શ્રી ચંદ્ર્રાવલી જીનું અધરામૃત છે.તેથી દાન એકાદશીએ રાજભોગમાં દાનમાં મુખ્ય દહીં ધરાવાય છે.શ્રી ગુસાંઈજીએ સંસ્કૃતમાં ‘દાનલીલા’ ગ્રંથ લખેલો છે.તેમાં દાન લીલાનાં મુખ્ય નાયિકા શ્રી ચંદ્રાવલીજી કહેલાં છે.સંપ્રદાયમાં શ્રી ચંદ્રાવલીજી દ્વિતીય સ્વામિનીજી તરીકે પ્રસિદ્ધ છે.

દાનલીલાનો સ્વારસ્ય અધિકારી જ પ્રાપ્ત કરી શકે.બાકી તો સમસ્ત જીવો માટે શ્રી કૃષ્ણની દાનલીલાનું શ્રવણ, કિર્તન અને મનન એ ઈન્દ્રીયોનો નિગ્રહ કરાવી પ્રભુ તરફ પ્રેમભાવ, આસક્તિ દ્દઢ કરાવનારું અણમોલ ફળ છે જીવની રતિપ્રતિ ભગવદ્ કાર્યમાં થાય અને તેવી પ્રીતિ હૃદયારૂઢ થાય તેમ જ ભગવદ્ સ્વરૂપમાં રતિ થાય તે જ દાનલીલાનું તાત્પર્ય છે.પુષ્ટિ સંપ્રદાયમાં જે કાંઈ થોડું કરવું તે બધું સંપ્રદાયની પ્રથા પ્રમાણે સમજીને કરવાથી આનંદ, સંતોષ મળે છે.

દાનના એ પ્રસંગે અષ્ટસખા કુંભનદાસે આપેલું ‘અદેયદાન’ પણ અલૌ કિક છે.આજે સૂતકમાં પ્રભુદર્શન રૂપી ભિક્ષા [પ્રભુદર્શનના લાભની] મળે છે.એ અલૌકિક દાન કુંભનદાસે આપી વૈષ્ણવોને અસીમ ૠણી બનાવ્યા છે.આ પ્રસંગ પ્રમાણે અષ્ટસખા પરમાનંદદાસને માટે મંગલાર્તિની આર્યા કરી હતી.જેથી એ એક જ આર્યાનો અધિકાર તેમના દ્વારા જ વૈષ્ણવોને પ્રાપ્ત થયો છે.અન્ય આર્યાઓના પાઠનો અધિકાર ગોસ્વામી બાળકો સિવાય કોઈને મળ્યો નથી.

ભાદરવા સુદ એકાદશી પરિવર્તિની કહેવાય છે કારણકે મહર્ષિ જાદવ શ્વરૂલ્કના પુત્ર અક્રુરજી મથુરાના રાજા કંસના આદેશથી શ્રીકૃષ્ણ બળદેવને લેવા માટે ગોકુળ જવા નીકળ્યા અને મથુરાથી નીકળેલો રથ ગોકુળમા ગોંદરે આવ્યો.ત્યાં વ્રજરજમાં પ્રભુપાદ્ચિહ્નો નિરખતાં જ અક્રુરજી રથમાંથી કૂદી પડ્યાં અને પ્રભુચરણોંથી પવિત્ર વ્રજરજમાં ભરવસ્તી હોવા છતાં આળોટવા લાગ્યા.જ્યારે કંસે અક્રુરજીને મોકલ્યાં ત્યારે તેમનામાં અહંભાવ હતો.પણ પ્રભુ સમીપ આવતાં જ અક્રુરજીના ક્રુર અહંભાવનું પરિવર્તન થયું અને પ્રભુનાં સાક્ષાત દર્શન કરવાથી ભાવાવેશમાં તેમનું દેહભાન પણ વિસરાયું હતું. ભાદરવા સુદ અગિયારસના દિવસે વ્રજયાત્રાની શરૂઆત નિયમ લઈ, વિશ્રામઘાટ - મથુરાથી થાય છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.