શ્રી મહાપ્રભુજીનું જીવન
શ્રી વલ્લભાર્ચાયજીએ શ્રીમદ્, વેદ, બ્રહૄમસૂત્ર તથા ગીતાજી વગેરેનું મનોમંથન કરી જગતમાં સર્વ સામાન્ય વ્યકિતએ જીવનમાં કેમ જીવવું તેનું સચોટ માર્ગદર્શન કર્યુ. આપશ્રીના પ્રાગટય વિશે બે મત છે. કેટલાકના મતે આપશ્રીનું પ્રાગટય સવંત ૧૫૩૫માં થયું હતું. તો કેટલાક માને છે કે આપશ્રીનું પ્રાગટય સંવત ૧૫૨૯ના ચૈત્ર વદ એકાદશીના શુભ દિને થયું હતું. આપશ્રીના પૂર્વજો અગ્નિહોત્રી હતાં. તેઓ જ્ઞાન, કર્મ અને ભકિતમાં અતિ નિષ્ણાત હતાં. અગિયાર વર્ષની કુમળી વયે આાપશ્રીએ પિતાની છત્રછયા ગુમાવી હતી. બાળક વલ્લભ સૌને પ્રિય હોવાથી આપશ્રીનું નામ 'વલ્લભ' રાખવામાં આવ્યું હતું. આપશ્રીના ચરણારવિદંમાં શુભ

ચિહનોનાં દર્શન થતા. જન્મ થતાં આ તેજસ્વી બાળક મૃતવત્ જણાંતા માતાપિતા સખત આઘાત સાથે શમીવૃક્ષની ગોખમાં મૂકી હિંસક પશુઓથી બચવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યા. સવાર થતાં માતાપિતા બાળકની સંભાળ લેવા ગયા ત્યારે આશ્ચર્ય સાથે જોયું કે બાળક જમણાં પગનો અંગૂઠો મુખમાં ચુસી રહ્યું હતું.
આપશ્રીના પિતાશ્રીનું નામ 'લક્ષ્મણભટજી' અને માતાશ્રીનું નામ 'ઈલ્લમાગારૂજી' હતું. નાની ઉંમરમાં આપશ્રી એ યર્જુવેદ, ૠગ્વેદ, સામવેદ, ભાષ્યસંહિત, વણિનીસૂત્ર, અષ્ટાધ્યાયી ગૌતમકણાદના ગ્રંથો તથા યોગસાંખ્ય, મીંમાંસા વગેરેનો અભ્યાસ કર્યો હો. તે ઉપરાંત માધવસંદાયી માધવેન્ર્દ યતિ પાસેથી ગીતા, ભાગવત, નારદ પંચરાત્ર વગેરેનું અધ્યયન કર્યુ હતું. આપશ્રીમાં અદભૂત વાક્શક્તિ હતી. ધીરેધીરે આપશ્રી વિદ્રાનોમાં પૂજનીય થતાં ગયા. અને ત્યારબાદ આપશ્રી શ્રી મહાપ્રભુજી તરીકે માન્ય થયા. આર્ચાયશ્રીએ ભારતભરમાં ત્રણ વખત ખુલ્લા ચરણે પરિક્રમા કરી હતી. પ્રરિક્રમા દરમ્યાન શરૂ થયેલાં વાદમાં એક તરફ શાંકરવાદીઓ હતાં. જયારે બીજી તરફ માધવ, રામાનુજ, નિબાર્ક મતવાદીઓ હતાં.
આચાર્યશ્રીને જાણ થતાં આપશ્રીએ વાદના મુદા્ને નવેસરથી ખોલાવ્યાં અને પોતાનો મંતવ્ય દર્શાવ્યો જે સર્વ સામાન્ય થયો. આ સમયે આપશ્રીનો કનિકાભિષેક થયો.
આપશ્રીએ કેટલાય દિવસો સુધી ઉજ્જૈનમાં ક્ષિપ્રાનદીના કિનારા પર એક પીપળાના વૃક્ષ નીચે નિવાસ કર્યો એ સ્થાન આજે મહાપ્રભુજીની બેઠક તરીકે પ્રસ્ધિધ છે. જયાં જયાં આપશ્રીએ ભાગવત્ કથા કરી તે સ્થાન શ્રી મહાપ્રભુજીના બેઠકજી તરીકે પ્રસિધ્ધ છે.
દિવ્ય શક્તિ્ પ્રગટ કરતા કરતા વૃંદાવનમાં છ માસ બિરાજી વિદ્વત્સભામાં બ્રહ્મવાદની સ્થાપના કરી.આપશ્રી એ યમુનાષ્ટકની રચના કરી.સં.૧૫૪૯ની શ્રાવણ સુદી એકાદશીની રાત્રિએ સાક્ષાત પ્રભુએ દર્શન દીધાં અને આજ્ઞા કરી શ્રી વલ્લભ! મારો આપેલો ગદ્યમંત્ર તમે જે જીવને આપશો તે જીવનો હું સ્વીકાર કરીશ. આ ગદ્યમંત્ર અર્પણ વિધિને ‘બ્રહ્મસબંધ મંત્ર’ તરીકે ઓળખવામાં આવે છે.
શ્રીમદ વલ્લભાચાર્યજી ઉપદેશમાં કહે છે કે ‘જીવ બ્રહ્મને ભૂલી ગયો છે માટે દુઃખી છે.’ અથાત આપશ્રીનું માનવું છે કે જેણે શ્રીકૃષ્ણનું શરણું છોડ્યું છે તે દુઃખી છે.રાસલીલાનું મૂળ રહસ્ય સમજાવતાં આપશ્રીએ કહ્યું છે કે‘ બ્રહ્મની પ્રાપ્તિ માટે તેને મળવા ઝંખતા ભક્તજીવનું તેની સાથે મીલન અને આનંદથી ઉભરવું તે રાસલીલા’.તેથી આપશ્રીએ રાસલીલાને વધુ મહત્વ આપ્યું છે.
પુષ્ટિ સંપ્રદાયમાં પુષ્ટિનો અર્થ ‘ભગવદ્ કૃપા’. આચાર્યશ્રી કહેછે કે‘ જીવ સાધ્ય પ્રયત્નથી જ્યાં પ્રભુની પ્રાપ્તિ કરે એ 'મર્યાદા માર્ગ' અને જ્યાં જીવના સાધનની અપેક્ષા રાખ્યા વગર પ્રભુ જીવને પોતાના કરી લઈ પોતાની પ્રાપ્તિ કરાવે તે 'પુષ્ટિમાર્ગ'. કળિયુગમાં શ્રીકૃષ્ણનું શરણું એજ પ્રભુપ્રાપ્તિ નો માર્ગ છે.’
પુષ્ટિમાર્ગના પ્રવર્તક અને સ્થાપક શ્રી મહાપ્રભુજીએ જીવોના ઉધ્ધાર માટે ત્રણ વાર ચાલીને પૃથ્વીની પરિક્રમા કરી હતી.આ યાત્રા દરમ્યાન જ્યાં જ્યાં તેઓએ ત્રણ દિવસથી વધારે દિવસનો મુકામ કરી શ્રીમદ ભાગવત પારાયણ કર્યું તે સ્થળને 'શ્રી મહાપ્રભુજીના બેઠકજી' કહેવામાં આવે છે.
આપણા ભારતમાં આવા ૮૪ બેઠકો છે.જેમાં અપ્રગટ બેઠકો પણ છે.જે વૈષ્ણવે બ્રહ્મસબંધ લીધા હોય તે જ બેઠકમાં ઝારીજી ભરી શકે.શ્રી ગુંસાઈજીની ૧૬ બેઠકો શ્રી ગોકુળનાથજીની ૮ અને શ્રી હરિરાયજીની ૨ બેઠકો છે.
શ્રી વલ્લભાચાર્યજીના ૮૪ વૈષ્ણવભક્તો પ્રસિધ્ધ છે.તેમાંના ૮ મુખ્ય હતાં.તેમાં ચાર કવિઓ સૂરદાસ્ કુંભનદાસ કૃષ્ણદાસ અને પરમાનંદદાસે ભક્તિમાર્ગનો ખુબ પ્રસાર કર્યો.
આપશ્રીના બે લાલ શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી.
શ્રીમદ વલ્લભાચાર્યજીએ જીવનલીલા સંકલ્પ કાશીમાં હનુમાનઘાટ પર કર્યો અને એક માસ મૌન ધારણ કરી ભક્તિલીન બન્યા.અંતિમ દિવસોમાં સંન્યાસ લીધો.
આજ્ઞા માગવા આાવેલા પુત્રોને, શિષ્યોને અંગૂઠાથી રેતીમાં શિક્ષાના સાડા ત્રણ શ્લોક લખી પ્રભુના માર્ગે જોડાવાનો આદેશ આાપ્યો.બાવન વર્ષની ઉમરે સંવત ૧૫૮૭ના અષાડ સુદ બીજના દિવસે (સન ૧૫૩૨) ગંગામાં પ્રવેશ કરી અદ્દશ્ય થઈ ગયા.
થોડી ક્ષણોં બાદ એક ઉજ્જવલ પ્રકાશ પ્રગટ થયો અને લોકોએ જાયું કે તે દિવ્ય શરીર ધારણ કરી ને ઉર્ધ્વલોકગમન કરી રહ્યો હતા.વૈષ્ણવજનોને ભક્તિની શુધ્ધ નીતિ-રીતિ સમજાવી આધ્યાત્મિક માર્ગમાં નવી ચેતના સંચાર કરી.આજે દેશમાં અને વિશ્વમાં લાખો વૈષ્ણવો પુષ્ટિમાર્ગને પ્રભુનો માર્ગ સમજી શ્રધ્ધાપૂર્વક અને ભક્તિપૂર્વક અનુસરી જીવનનું કલ્યાણ કરી રહ્યા છે.