શ્યામઢાક :
વ્રજમાં શ્રીગિરિરાજથી બે માઈલ દૂર શ્રીનાથજીની આ બેઠક આવેલી છે. આ સ્થળે શ્રીનાથજીએ ગ્વાલબાલ અને વ્રજભક્તોની સાથે છાકલીલા, આંખમિચૌની લીલા, ગોચારણ લીલા વગેરે અનેક લીલા કરી છે.
બેઠકો
જેવી રીતે શ્રીનાથજી જયાં જયાં બિરાજમાન થયા છે ત્યાં ત્યાં શ્રીનાથજીની ચરણચોકી છે. એવી જ રીતે વ્રજમાં ખેલવાની ખાસ જગાઓ હતી. ત્યાં શ્રીનાજીની બેઠકો સિધ્ધ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
-
૧)
-
૨)ગુલાલકુંડ :શ્રીગિરિરાજજીની તળેટીમાં આવેલા આ કુંડ પર શ્રીનાથજીએ વ્રજ ભક્તોની સાથે હોળી ખેલ કર્યો છે.
-
૩)ટોડનો ધનો :આ સ્થળ વ્રજમાં ગુલાલકુંડની પાસે છે. ચતુરાનન [ચતુરા નાગા] ને દર્શન આપવા માટે શ્રીનાથજી અહીં પધાર્યા હતાં. અને કંટોલાનું શાક અને શીરો અંગિકાર કર્યો હતો. આ સ્થળનો જીર્ણોદ્વાર થયેલો છે. શ્રીસ્વામિનીજીનો મનોરથ પૂરો કરવા માટે શ્રીજી ટોડનો ઘનો પધાર્યા હતાં.
-
૪)રાસોલી :વ્રજ પરિક્રમાના માર્ગમાં જાવ ગામથી કોટવન જતાં આ સ્થળ આવે છે. જયાં કદમ વૃક્ષની નીચે શ્રીનાથજીની બેઠકો છે. અહીં રાસકુંડ, રાસચોતરો, લક્ષ્મણઝૂલા વગેરે છે.