શ્રીનાથજીના સ્વરૂપની પિઠિકામાં રેખાંકીત કરેલા નવ પ્રતીકોનું રહસ્ય

આધ્યાત્મિક રૂપ - શ્રીનાથજીના શ્રી મસ્તક ઉપર ફ્ળ સહિત જે શુક છે તે લીલા શુક છે.પિઠિકામાં જે એક મેષ છે તે ચેષ્ટારૂપ અને લીલાને અનુકુળ ઉદ્દીપન - વિભાવરૂપ છે. બે સર્પ પૈકી એક શેષસંકર્ષણ શય્યારૂપ આલંબન વિભાવ છે.જ્યારે બીજો સર્પ છે તે કાળતક્ષક રૂપ છે.પિઠિકાની જમણી બાજુએ એક અને ડાબી બાજુએ બે એમ ત્રણ મુનિ છે તે સનકાદિક ભક્તો છે. બીજા અર્થમાં તેઓ ધર્મ અર્થ અને કામરૂપ છે.નીચે જમણી બાજુ બે ગાયો છે તે શ્રીગોકુળલોક બોધક ઉદ્દીપન ભાવરૂપ છે.તથા તે પૃથ્વી અને ધર્મરૂપ પણ છે. સિંહ છે તે અક્ષર - નૃસિંહ છે.દ્વારરક્ષક છે જે નિજ્જનો સિવાય કોઈને પણ નિકુંજમાં પ્રવેશ નહીં કરવા દે એવો એનો આધ્યાત્મિક ભાવ છે.છેલ્લે ડાબી બાજુએ બે મયુર છે તે નિષ્કા મ અને નિર્વ્યાજ પ્રેમરૂપ છે.

નિકુંજો અને લહેરો - શ્રીનાથજીના સ્વરૂપની જમણી બાજુએ શ્રીચંદ્રાવલીજીની નિકુંજ છે.ડાબી બાજુની નિકુંજ શ્રી સ્વામિનીજીની નિકુંજ છે.શ્રીનાથજીના ચરણારવિંદમાં નીચેના ભાગે દર્શાવેલી નિકુંજ શ્રી કુમારિકાજીની છે. ઉપરના ભાગે દર્શાવેલી નિકુંજ શ્રી યમુનાજીની છે.જ્યારે ચારેય બાજુની લહેરો પણ શ્રી યમુનાજીનો હ્રદયગત પ્રેમ પ્રવાહ સૂચવે છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.