ત્રિવિધ સ્વરૂપ
  • ૧)
    દેવદમન :
    આપે વસ્ત્રહરણ લીલા દ્વારા બ્રહમાજી, ઉષાહરણ લીલા દ્રારા શિવજી, રાસલીલામાં કામદેવ, શંખચૂડવધની લીલા દ્રારા કુબેર, દેવકીજીના મૃતપુત્રો પાછા લાવી મૃત્યુદેવ. આમ વિવિધ પ્રકારે દેવોનું દમન કર્યુ હોવાથી 'દેવદમન' કહેવાયા. જે હાલ નાથદ્વારામાં પ્રગટ બિરાજે છે.

  • ૨)
    નાગદમન :
    કાલિયદમન લીલા દ્રારા નાગનું તથા કુવલયાપીડ હાથી [નાગ] નું આપે દમન કર્યુ હોવાથી આપ 'નાગદમન' કહેવાયા. જે સ્વરૂપ હાલમાં વડોદરામાં બિરાજે છે.

  • ૩)
    ઈન્દ્રદમન :
    વ્રજ પરના ઈન્દ્રકોપને દૂર કરવા શ્રી ગિરિરાજજીને સ્વહસ્તમાં ધારણ કરી આપે ઈન્દ્રદેવનું દમન કર્યુ હોવાથી 'ઈન્દ્રદમન' કહેવાયા જે સ્વરૂપ હાલમાં ઉજ્જૈનમાં બિરાજે છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.