શ્રી ગુસાંઈજી - કુટુંબપ્રેમ અને લગ્નજીવન
શ્રી મહાપ્રભુજી પછી તેઓ પોતાના માતાજી અને મોટાભાઈ સાથે ઘણા પ્રેમથી રહેતા.તેમની આજ્ઞા પાળતા.
મોટાભાઈ શ્રી ગોપીનાથજીના પુત્રપુત્રીઓ ઉપર તેમને ખુબ પ્રેમ હતો શ્રી ગોપીનાથજી લીલામાં પધાર્યા ત્યારે તેમના પુત્ર શ્રી પુરૂષોત્તમજી બાળક હતા .છતા શ્રી વિઠ્ઠલેશે તેમને આચાર્યપદનું તિલક કર્યું હતું.તેમના વતી શ્રીનાથજીના મંદિરની બધી વ્યવસ્થા તેઓ સંભાળતા હતા.એક વખત શ્રીનાથજીના મંદિરના અધિકારી કૃષ્ણદાસે કહ્યું કેઃ શ્રી પુરૂષોત્તમજી હવે બધું સંભાળશે.તમારે એમની આજ્ઞા લઈને સેવામાં આવવું. કુટુંબમાં ક્લેશ ના થાય તે માટે શ્રી વિઠ્ઠલેશ છ મહિના સુધી ચંદ્રસરોવર ઉપર વિરહમાં બિરાજ્યા હતા.

શ્રી પુરૂષોત્તમજી લીલામાં પધાર્યા પછી તેમણે આચાર્યપદ સ્વીકાર્યું હતું.મોટાભાઈ શ્રી ગોપીનાથજીના બન્ને પુત્રીઓ બાલ વિધવા હતાં.તેમને ઓછું ન આવે એવી રીતે પોતાને ત્યાં જ રાખતાં.
ઈ.સ. ૧૫૩૧ ને વિ.સં.૧૫૮૮માં તેમનું લગ્ન કાશીમાં બાગરોહી શ્રી વિશ્વનાથ ભટ્ટના સુપુત્રી શ્રી રૂકમણિજી સાથે થયાં.આ લગ્નથી તેમને છ પુત્ર અને ચાર પુત્રી થયાં હતાં.શ્રી રૂકમણિજીના લીલાપ્રવેશ પછી ગઢડાના રાણી દુર્ગાવતીના ઘણા આગ્રહથી તેમણે શ્રી પદ્માવતીજી સાથે બીજા લગ્ન કર્યા.તેમનાથી તેમને એક પુત્ર થયો. તેમના સાત પુત્રના નામ નીચે પ્રમાણે છે.
(૧) શ્રી ગિરિધરજી (૨) શ્રી ગોવિંદજી   (૩) શ્રી બાલકૃષ્ણજી (૪) શ્રી ગોકુલનાથજી (૫) શ્રી રઘુનાથજી (૬) શ્રી યદુનાથજી (૭) શ્રી ઘનશ્યામજી .
તેમની ચાર પુત્રીના નામ નીચે પ્રમાણે છે.
(૧) શ્રી શોભાજી (૨) શ્રી યમુનાજી (૩) શ્રી કમલાજી (૪) શ્રી દેવિકાજી.
તેમનો ગૃહસ્થાશ્રમ ખુબ જ સુખી હતો.બધા જ પુત્રો વિદ્વાન, પ્રતિભાશાળી અને સેવાપરાયણ હતાં.પુત્રીઓ પણ ચિત્ર, સંગીતમાં કુશળ અને સેવાપરાયણ હતી.