સમર્પણ ભાવ :
પુષ્ટિમાર્ગમાં સેવામાર્ગનો સમર્પણ ભાવ છે.જે કંઈ છે તે શ્રીકૃષ્ણનું જ છે તે તેમને ચરણે પાછું ધરી દેવાનું અર્થાત સમર્પિત કરી દેવાનું છે.અને પછી દાસ્યભાવે પ્રભુપ્રસાદ રૂપે જ તેનો ઉપયોગ કે ઉપભોગ કરવાનો છે.
પુષ્ટિ સંપ્રદાયની મૌલિકતા
મૌલિકતા મૂળ ચાર મૌલિક સિદ્ધાંત છે.
-
૧)
-
૨)વિયોગાવસ્થા (દૈન્યભાવ) :પુષ્ટિમાર્ગમાં જીવને સંયોગાવસ્થા કરતા વિયોગાવસ્થામાં સુખની પ્રાપ્તિ થાય છે.કારણકે વિયોગાવસ્થામાં તો પ્રત્યેક ક્ષણે પુષ્ટિજીવના મનમાં પોતાના પુષ્ટિપ્રભુ શ્રીકૃષ્ણની નવી નવી નૂતન લીલાઓનો અનુભવ થતો રહેવાનો છે.વળી પુષ્ટિમાર્ગમાં પ્રભુનો અનુગ્રહ પ્રાપ્ત કરવાનું એક માત્ર સાધન દૈન્યભાવ છે.સર્વ સાધન રહિત પુષ્ટિજીવને તો કેવળ દીનતાથી જ પ્રભુની શરણાગતિ પ્રાપ્ત થવાની છે.આ દૈન્યભાવનું પ્રગટિકરણ સંયોગાવસ્થામાં કદી ના થાય. એ તો વિયોગાવસ્થામાં જ થઈ શકે.આમ વિયોગાવસ્થાજન્ય દૈન્ય ભાવ એ પુષ્ટિ સંપ્રદાયનો મૌલિક સિદ્ધાંત છે.
-
૩)સાધન તથા ફળપ્રાપ્તિ :‘ સર્વ સાધનોનો અભાવ એ જ ફળપ્રાપ્તિનું સાધન ‘ એવો એક માર્ગ એ પુષ્ટિમાર્ગ છે.માત્ર સાધનોનો અભાવ એક પુષ્ટિજીવ માટે ફળપ્રાપ્તિનું સાધન નથી. આમાં તો સ્વરૂપાત્મક ભગવાન શ્રીનાથજીબાવાની પ્રાપ્તિ રૂપી ફળ પ્રાપ્ત કરવામાં પોતે જ સ્વયં ભગવાન જ સાધન બની જાય છે.સાધન અને ફળપ્રાપ્તિ બંને અવિભાજ્ય રીતે એકબીજા સાથે એકરૂપ અને ઓતપ્રોત છે.ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિ નિરૂપાધિ સ્નેહ એ ફળ છે અને આ ફળ પણ ભગવાન પોતે જ આપતા હોવાથી અહીં ભગવાન સ્વયં સાધન રૂપ બની જાય છે.આમ ‘સાધન’ જ ફળરૂપ થઈ જતું હોય છે.અને ફળ સ્વયં સાધન રૂપ થઈ જતું હોય એવું જગતના કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં ક્યાંય જોવા મળતું ન હોવાથી પુષ્ટિમાર્ગનો આ સિદ્ધાંત તદ્દન મૌલિક છે.
પુષ્ટિમાર્ગ એ મર્યાદામાર્ગ અને પ્રવાહમાર્ગથી ભિન્ન છે. મર્યાદામાર્ગમાં જીવાત્માનું લક્ષ્યબિંદુ પોતાના મૃત્યુ પછીની સ્થિતિ પર પરલોક પર કેંદ્રીત થયેલું છે. જ્યારે પ્રવાહીમાર્ગી જીવાત્માનું ધ્યાન કેવળ આ લોકમાં સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ કેમ થાય એના પર લાગેલું હોય છે.તેને મૃત્યુ પછી શું થશે એની ચિંતા નથી.જ્યારે પુષ્ટિમાર્ગમાં વર્તમાન અને ભવિષ્ય આ લોક અને પરલોક બંનેનો સ્વીકાર છે.આ લોક અને પરલોક બંનેમાં પુષ્ટિજીવને સાત્વિક અને આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તેને જ કેન્દ્રમાં રાખેલ છે.