વૈષ્ણવે ભગવાન શ્રીકૃષ્ણને સર્વસમર્થ ઈશ્વર માનીને માત્ર તેમનો જ આશ્રય કરવો જોઈએ. અન્યાશ્રય ક્યારેય ન કરવો. કેમકે અન્ય દેવતા ગણીતાનંદ (ગણી શકાય તેવા સુખ) આપવાવાળા છે તેમનામાં સામર્થ જ નથી કે તે કંઈક અધિક આપી શકે. તેનાથી માલિકને છોડીને તેમના અધિકારી વર્ગો ની સેવા કરવી અજ્ઞાનતા છે.
શ્રી મહા પ્રભુજી ની ઉત્તમોત્તમ શિક્ષાઓ
-
૧)
-
૨)પ્રત્યેક વૈષ્ણવની ઈચ્છા પરબ્રહ્મ પ્રાપ્તિની હોવી જોઈએ. આ પ્રાપ્તિ ભાગવત સેવા દ્વારા સંભવ છે તેથી નિષ્કામ થઇ ભગવાનની આરાધના કરો. કપટ કયારેય ના રાખો.
-
૩)વેદો પર અડગ વિશ્વાસ રાખો, કેમ કે તેમાં પ્રભુનું સ્વરૂપ રક્ષિત છે. આ પ્રકારે શ્રીમદભાગવતની પણ સેવા કરો.
-
૪)શ્રીકૃષ્ણ પર અડગ વિશ્વાસ રાખી તેમની સેવા કરો. સેવામાં મન સર્વથા એકાગ્રહ રાખો. માનસી સેવા ઉતમ છે તેની સિદ્ધિ માટે તનુજા અને વિતજા સેવા છે.
-
૫)જીવ અક્ષર બ્રહ્મનો અંગ છે. તો પણ અવિધાથી તે પોતાનાં સ્વરૂપને નથી જાણતો અવિદ્યાથી મુકત થવાથી સ્વરૂપાનંદ મળે છે.
-
૬)શ્રવણાભક્તિ કરવાથી ભગવાનનું મહાત્મ્ય જાણી શકાય છે. અને ભગવાનની સેવામાં અભિરુચિ વધે છે. સેવાની સાથે શ્રાવણદિ કરવાથી અવિદ્યા માંથી જીવ શીધ્ર મુકત થાય છે.
-
૭)જીવોના બે ભેદ છે, દેવી અને આસુરી, દેવી સૃષ્ટિ મોક્ષની અધિકારીણી છે આના બે ભેદો છે પુષ્ટિ અને મર્યાદા. પુષ્ટિસુષ્ટિ પ્રભુના સ્વરૂપમાં જ આસકત રહે છે અને એની પ્રવૃતિ પ્રભુની સેવા કરવામાં જ હોય છે.
મર્યાદાસુષ્ટિ વેદાજ્ઞામાં આસકત હોવાથી મર્યાદામાં જ તેમની વિશેષ આસક્તિ રહે છે. આસુરી પ્રવાહી સુષ્ટિ છે. આ સુષ્ટિ લૌકિક પ્રવાહમાં જ આસક્ત રહે છે પુષ્ટિભક્તિમાં પણ ભેદ છે. તેમાં શુદ્ધ પુષ્ટિભક્તિ અત્યંત શ્રેષ્ઠ ગણાય છે આ ભક્તિનાં અધિકારી જીવ, માત્ર પ્રભુની આજ્ઞાથી જ પ્રભુની લીલાપયોગી અનુકૂળતા કરવા માટે પ્રકટ થાય છે . પ્રભુની આજ્ઞાનુંરૂપ કાર્ય કરીને તે ફરી પ્રભુની સમીપ જ ચાલ્યા જાય છે. મિશ્રપુષ્ટિ અપરાધ વશ પ્રભુના દ્વારા આ લોકોમાં આવે છે તેના ત્રણ ભેદ છે પુષ્ટિ, મિશ્ર પુષ્ટિ, મર્યાદામિશ્ર પુષ્ટિ અને પ્રવાહી મિશ્ર પુષ્ટિ ભકત.
પુષ્ટિ મિશ્ર પુષ્ટિ ભકત ભગવાનનાં બધા સ્વરૂપો ને અને ગુણોને, તેમની લીલાને અને પોતાના ઉપર થયેલા દંડ ને અને તેમના કર્તવ્ય શું છે આ બધું જાણવા વાળા હોય છે.
મર્યાદા મિશ્રપુષ્ટિભકત ભગવાન નાં ગુણો ને જાણવા વાળા હોય છે.
પ્રવાહ મિશ્રપુષ્ટિભકત માં ભગવાનમાં સ્નેહ ઓછો હોય છે. લૌકિક આસક્તિવશ તે પ્રભુ સેવા સંબંધી કાર્ય સ્નેહ રહિત થઈને રહે છે. આ મિશ્રપુષ્ટિ ભક્તોનો ક્રમથી શુદ્ધ પુષ્ટિમાં પ્રવેશ થઇ શકે છે.
પ્રવાહી જીવોને બે ભેદ છે. સહજ આસુર અને અજ્ઞ આસુર. સહજ આસુરોનું વર્ણન ગીતાજીના સોળમાં અધ્યાય નાં સાત થી વીસ શ્ર્લોકોમાં કર્યું છે .
અજ્ઞ આસુર સાચુ પૂછો તો દેવી જ છે. તેમનો સમાવેશ પ્રવાહીમિશ્ર પુષ્ટિભક્તોમાં થાય છે તે સહજ આસુરમાં મળી નથી જતા. તે ભક્તિમાર્ગનાં અનુકરણ વાળા હોય છે અને દંડનો ભોગ કરી ક્રમથી કૃતાર્થ થઇ જાય છે.
પુષ્ટિ સુષ્ટિ પ્રભુના અંગથી જ ઉત્પન્ન થઇ છે. તેથી તેમની ક્રિયા , પ્રભુ સ્વરૂપની સેવા અને આસક્તિ પણ તે સ્વરૂપમાં જ હોય છે જેનાથી અંતિમ ફળ પણ પ્રભુ સ્વરૂપની પ્રાપ્તિ અને તેમની અવિચ્છિન્ન સેવાનું ફળ મળે છે. મિશ્ર પુષ્ટિ જીવ પણ ક્રમ-ક્રમથી અંતમાં શ્રી ભગવત્સ્વરૂપને પામી શકે છે.
મર્યાદા સુષ્ટિ પ્રભુની વાણી દ્વારા ઉત્પન્ન થઇ જાય છે તેથી તેમની આસક્તિ વાણીરૂપ વેદમાં જ વિશેષ હોય છે. પ્રભુના રૂપમાં તેમની આસક્તિ નથી હોતી. વેદને માને છે તેથી જ્ઞાનરૂપ વેદ તેમને ફળ આપે છે પ્રભુ પ્રાપ્તિનું ફળ તેમને નથી મળતું.
પ્રવાહ સુષ્ટિ પ્રભુની ઈચ્છાથી આ જગતના પ્રારંભથી , અંત સુધી , મહાકાળ સુધી ,લૌકિક સુખદુ:ખ માં જ આસકત થઇ ને તેમાં જ ભટક્યા કરે છે તે સહજ આસુર (અહંકારી) છે. આ આસુરી જીવોમાં પણ કેટલા ચર્ષણી જીવ છે તે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદામાં ભ્રમણ કર્યા કરે છે તે બે માર્ગ માં દીક્ષિત થઇ તૃદુકત કર્મ કરે છે. પરંતુ તેમનું ચિત કશામાં પણ લાગતું નથી. હંમેશા ડગડગ ડોલતા રહે છે. તેમને પોતાની ક્રિયાના અનુસાર લૌકિક ફળ પ્રાપ્ત થાય છે.
-
૮)દોષોની નિવૃત્તિને માટે 'બ્રહમ સંબંધ' અવશ્ય લેવું જોઈએ બ્રહ્મસંબંધ નાં બાદ જ જીવ સેવાનો અધિકાર બની શકે છે.
-
૯)પ્રભુને નિવેદન કરીને જ વાસ્તુમાત્રનો ઉપયોગ કરવો જોઈએ.
-
૧૦)સેવકનો સ્વામીનાં પ્રતિ જે ધરમ છે તેનું અનુસરણ કરતા પ્રભુની પરિચર્યા કરવી. પોતાના સુખની ઈચ્છા ન રાખીને, પોતાના પ્રભુમાં સુખની ઈચ્છા રાખવી.
-
૧૧)સેવા કરવામાં કોઈ પણ ભાવંતર નહિ આવવું જોઈએ. જો આવી જાય તો પ્રભુની ક્ષમા - યાચના કરવી અને પછી તે દોષ કયારેય ન આવે એવો પ્રયત્ન કરવો જોઈએ.
-
૧૨)વૈષ્ણવ દીનતા અવશ્ય રાખવી. જેમને સાચી દીનતા પ્રાપ્ત થાય છે તેને પ્રભુની અન્ગીકૃતિનો પરિચય થાય છે. દીનતા પ્રાપ્ત કરવાને માટે 'શ્રીકૃષ્ણ: શરણ મમ' આ મંત્ર ઉત્તમ સાધન છે.
-
૧૩)વિવેક ધેર્ય અને આશ્રયની đ 6;ક્ષા પ્રત્યેક વૈષ્ણવે કરવી જોઈએ 'ભગવાન બધુ પોતાની ઈચ્છાથી કરશે' આ ભાવનાને વિવેક કહે છે . પ્રભુની આગળ ક્યારેય દુખની નિવૃત્તિ માટે અથવા સુખની પ્રાપ્તિ માટે , પ્રાર્થના ન કરવી જોઈએ . વ્યર્થના અર્થને ગ્રહણ નાં કરવું , તેને વિવેક કહે છે.
સર્વ પ્રકારથી હરિની શરણાગતિ રાખવી. ભય સમયે પણ તેમનો જ આશ્રય રાખવો જોઈએ. ભગવાનમાં અવિશ્વાસનો પરિત્યાગ કરી આશ્રય રાખવો જોઈએ.
પ્રભુ , ભકતની પરીક્ષા કરવા માટે દુ:ખ આપે છે તેથી ધૈર્ય પૂર્વક સહન કરવું જોઈએ . આ દુ:ખ ભગવદીચ્છા જ દુર થઇ શકે છે. વ્યર્થ મેહનત કરીને ઈશ્વર પર અવિશ્વાસ પ્રકટ કરવો ન જોઈએ.
-
૧૪)બધા પ્રકારના અપમાન અને કઠોરતા , પ્રાણીમાત્રામાં ઈશ્વરની ભાવના રાખી , સહન કરવા .
-
૧૫)ઇન્દ્રિયોના વિષયોનો સર્વ પ્રકારે ત્યાગ કરવો જોઈએ .
-
૧૬)આ લોક અને પરલોકનાં વિષયોમાં ભગવાન શ્રીકૃષ્ણચન્દ્ર નો જ આશ્રય રાખો. અન્યાશ્રય ન કરો.
-
૧૭)દુ:ખથી બચવા માટે ભય આવે ત્યારે સર્વ પ્રકારે ભગવાનનો આશ્રય ગ્રહણ કરો.
-
૧૮)જીવથી જો અપરાધ થઇ જાય તો પણ કૃષ્ણનો આશ્રય ગ્રહણ કરવાથી અપરાધની મુક્તિ થાય છે. કોઈ કાર્યની સિદ્ધિ ના પણ થાય તો પણ ભગવાનની ઈચ્છા એવી હશે તેવુ માનવું. આ પ્રકારે વિચારવાથી દુઃખ નહિ થાય.
-
૧૯)અભિમાન ક્યારેય ન કરવું. જો ક્યારે અભિમાન આવી જાય તો 'શ્રી કૃષ્ણ: શરણં મમ' આ મંત્રનો પાઠ કરવાથી અહંકારની નિવૃત્તિ થાય છે. યોગ્ય તો આ છે કે સર્વદા અને સર્વત નિરલાસ થઇ ભગવાનના આ મંત્રને જપતા રહો.
-
૨૦)પોતાના ધર્મને સદા શ્રેષ્ઠ જાણીને તેનામાં અડગ શ્રદ્ધાપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરો. વિધર્મ અથવા બીજાના ધર્મથી અથવા પોતાના વિરુદ્ધ ધર્મથી સદા દૂર રહો.
-
૨૧)પોતાના ઇન્દ્રિયરૂપ ઘોડાઓને ખૂબ રોકો. ક્યારેય જીજ્ઞાસા અથવા કૂતુહલવશ પણ તેમનો ઉપયોગ ન કરો.