શ્રીનાથજી અને શ્રીમદ્ ભાગવત
શ્રીમહાપ્રભુજીના મતે શ્રીમદ્ ભાગવતના સ્વરૂપને શ્રીનાથજીના એકાત્મ સ્વરૂપે માનવામાં આવે છે. એમ કહેવાય છે કે શ્રીમદ્ ભાગવત ભગવાન શ્રીકૃષ્ણનું ગ્રંથ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણના સ્વધામગમન પછી તેમનું તેજ શ્રીમદ્ ભાગવતમાં સમાઈ ગયું હતું. તેમણે પોતે જ તેને પોતાના વિગ્રહ સ્વરૂપે કહ્યો છે.
ભગવાન વેદવ્યાસે આ ગ્રંથના જુદા જુદા સ્કંધોને ભગવાનના જુદા જુદા અંગો સાથે સરખાવ્યા છે. એમાંય દશમો સ્કંધ તો ભગવાનું હ્રદય છે.
-
૧)સ્કંધ ૧ - ૨ અધિકાર જ્ઞાન શ્રીજીના બે ચરણો
-
૨)સ્કંધ ૩ - ૪ સર્ગ અને વિસર્ગ શ્રીજીના બે બાહુ
-
૩)સ્કંધ ૫ - ૬ સ્થાન અને પોષણ શ્રીજીના બે સાથળ
-
૪)સ્કંધ ૭ ઊતિ શ્રીજીનો એક હસ્ત
-
૫)સ્કંધ ૮ - ૯ મન્વંતર અને ઈશાનુકથા શ્રીજીના બે સ્તન
-
૬)સ્કંધ ૧૦ નિરોધ શ્રીજીનો મધ્ય ભાગ
-
૭)સ્કંધ ૧૧ મુક્તિ શ્રીજીનું મસ્તક
-
૮)સ્કંધ ૧૨ આશ્રય શ્રીજીનો બીજો હસ્ત