પિઠિકા
શ્રીનાથજી ગોવર્ધનધારી સ્વરૂપ છે. સારસ્વત કલ્પમાં ઈન્દ્રનું દમન કરવા ગોવર્ધન પર્વતને નિજ વામ હસ્તે ઊંચકી લીધો હતો. તે અલૌકિક લીલા સાથે આ સ્વરૂપ સબંધ ધરાવે છે.
શ્રી ગોવર્ધનનાથજીના દિવ્ય સ્વરૂપની પાછળ ચોખૂટી પિઠિકાજીમાં ચારે બાજુ લહેરીઓ આવેલી છે. અને ઉપર, નીચે તથા ડાબી જમણી બાજુએ ચાર નિકુંજો દર્રશાવવામાં આવેલી છે.
શ્રીનાથજીના શ્રી મસ્તકના પાછળના ભાગમાં પિઠિકામાં ઉપર એક શુક્ર [પોપટ] અને ડાબી બીજુએ બે ધ્યાનસ્થ મુનિવર છે. તેની નીચે એક સર્પ, તેની નીચે સિંહ અને સિંહની નીચે બે મયુર છે.
જયારે સ્વરૂપની જમણી બાજુએ સૌથી ઉપર એક મુનિ, તેની નીચે એક મેષ [ઘેટું], તેની નીચે શેષનાગ અને સૌથી નીચે બે ગાયો છે.