સંધ્યાસેવાદર્શન
સંધ્યાસેવાના દર્શન કરાવવા ઘંટનાદ અને ઝાલરોના રણઝણતા સાદ વચ્ચે દ્વાર ખુલે.શ્રીનાથજીના મસ્તકે દુમાલાનો શૃંગાર આવે.શ્રી અંગે હળવા વસ્ત્રો પરિધાન થાય. પ્રભુના શ્રીહસ્તમાં પુનઃ વાંસળી ધરવામાં આવે.સંધ્યાઆરતી દ્વારા પ્રભુની નજર ઉતારાય.હવેલીના છાપરા ઉપર થઈ સુદર્શન ચક્રને ભોગ ધરાવાય તથા પ્રભાતથી ફરફરી રહેલી ધજાઓને ધીરેધીરે વીંટાળી દેવાય.
આ સમયે શ્રીકૃષ્ણસખા બુલજી [છીતસ્વામી]ના પદ રાગ નટપૂર્વા, માલવ, ગૌરી, ધમનમાં સંધ્યા આરતીના ભાવમાં ગવાય.
