શ્રી ગુસાંઈજી - સાહિત્યસેવા

શ્રી વિઠ્ઠલેશે સંસ્કૃત ભાષામાં નાનામોટા થઈ લગભગ પચાસ જેટલા ગ્રંથ લખ્યાં છે. તેમાં રસાત્મક, તાત્વિક દ્દષ્ટિનાં અને વિદ્વાનને શોભે તેવી શૈલીના દર્શન થાય છે.તેમના ગ્રંથોનું વગીર્કરણ નીચે મુજબ
  • ૧)
    સ્વતંત્ર ટીકાઓ તત્વજ્ઞાનની દ્દષ્ટિએ  :  [૧] અણુભાષ્યનો અંતિમ દોઢ અધ્યાય [૨] ગાયત્રી કારિકા. ભાવ દ્દષ્ટિએ  :  [૧] અષ્ટાક્ષર નિરૂપણ [૨] પ્રેમામૃતસ્તોત્ર [૩] ગદ્યાર્થ [૪] મધુરાષ્ટકની ટીકા [૫] ગીત ગોવિંદની પ્રથમ અષ્ટપદીની ટીકા.

  • ૨)
    સ્વતંત્ર ગ્રંથો તત્વજ્ઞાનની દ્દષ્ટિએ  :   [૧] વિદ્વનમંડન [૨] ભક્તિહંસ [૩] ભક્તહેતુ નિર્ણય.
    ભાવ દ્દષ્ટિએ  :  [૧] શૃંગારરસ મંડન [૨] સ્વપ્નદર્શન [૩] ગુપ્તદર્શન.
    સિધ્ધાંત દ્દષ્ટિએ  :  [૧] જન્માષ્ટમી મિર્ણય [૨] રામનવમી નિર્ણય [૨] પ્રકીર્ણપત્રો

  • ૩)
    મધુર સ્તોત્રો  :   [૧] શ્રી ગોકુલાષ્ટક [૨] સ્વામીન્યષ્ટક [૩] સ્વામિની સ્તોત્ર [૪] ભુજંગપ્રયાતાષ્ટક [૫] લલિતત્રિભંગ સ્તોત્ર [૬] પ્રબોધ [૭] શ્રીયમુનાષ્ટક પદી [૮] રક્ષા સ્મરણ [૯] પખપર્યક શયનમ્ [૧૦] મંગલ મંગલમ્ [૧૧] ભાવૈર કુરિતંમ્ [૧૨] આર્યાઓ [૧૩] વિજ્ઞપ્તિઓ.

  • ૪)
    શ્રી મહાપ્રભુજી વિષયક સ્તોત્રો  :   [૧] સૌંદર્ય પદ્ય [૨] શ્રી સર્વોત્તમ સ્તોત્ર [૩] શ્રી વલ્લભાષ્ટક [૪] સ્ફૂરત કૃષ્ણ પ્રેમામૃત [સપ્તશ્લોકી] .

  • ૫)
    ષોડશ ગ્રંથ પરની ટીકાઓ  :   [૧] શ્રી યમુનાષ્ટક વિવૃત્તિ [૨] સિધ્ધાંત મુક્તાવલી વિવૃત્તિ [૩] સિધ્ધાંત રહસ્ય - વિવૃત્તિ [૪] નવરત્ન પ્રકાશ.

  • ૬)
    શ્રી ભાગવત વિષયક ટીકા ગ્રંથો  :   [૧] શ્રી ભાગવતાર્થ નિબંધ પ્રકાશ - સ્કંધ ૩ થી ૫ સુધી [૨] શ્રી ટિપ્પણીજી [૩] શ્રી વૃત્રાસુર - ચતુશ્લોકી પરની ટીકા .

  • ૭)
    શ્રી ગીતાજી વિષયક ગ્રંથો  :   [૧] ગીતા તાત્પર્ય [૨] ગીતાહેતુ [૩] ગીતાજીના પ્રથમ અધ્યાયની ટીકા [૪] ન્યાસાદેશ વિવૃત્તિ.

 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.