પ્રભુના વસ્ત્રાભૂષણનો ભાવ
શ્રીનાથજીના શ્રીમસ્તક પર જે કેશઝૂડો બાંધ્યો છે એ શ્રીસ્વામિનીજીએ બાંધ્યો છે.પ્રભુના શ્રીહસ્તમાં જે પહોંચી પહેરાવી છે તે ચરણારવિંદમાં નૂપુરની ઘૂઘરીઓ બાંધેલી છે તે અને કમરે કટિમેખલા આરોપિત કરી છે તે શ્રીસ્વામિનીજીના ભાવનું પ્રતિબિંબ ધરાવે છે.પ્રભુના શ્રીકર્ણ અને નાસિકામાં જે આભરણો લટકે છે તે માતૃચરણ શ્રીયશોદાજીએ સ્વયં ધારણ કરાવ્યાનો ભાવ છે.પ્રભુએ શ્રીહસ્તમાં ધારણ કરેલાં કડાં શ્રીસ્વામિનીજી સન્મુખ શ્રી હસ્ત બાંધીને એમની આજ્ઞામાં ઠાડા રહ્યાનો ભાવ સૂચવે છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.