અષ્ટસખા
સોળમી સદી ભારતના ઈતિહાસમાં સંગીત અને કાવ્ય માટે બહુ મહત્વની સાબિત થઈ.આ સદીમાં ઘણાં કવિઓ અને સંગીતકાર થયાં.જેમાં અષ્ટસખાઓએ પણ ઘણું મહત્વનું સ્થાન મેળવ્યું.
અષ્ટસખા - શ્રી કુંભનદાસજી, શ્રી સૂરદાસજી, શ્રી પરમાનંદદાસજી, શ્રી કૃષ્ણદાસજી, શ્રી ગોવિંદસ્વામીજી, શ્રી છિતસ્વામીજી, શ્રી ચતુર્ભૂજદાસજી, શ્રી નંદદાસજી. શ્રી વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાંઈજીએ અષ્ટસખા દ્વારા રચાયેલા કિર્તન[હવેલી સંગીત]ને પુષ્ટિમાર્ગમાં સમર્પિત કર્યાં.કિર્તનએ હવેલીસંગીત તરીકે પ્રસિદ્ધ છે જે પુષ્ટિભક્તિનું સંગીત છે.એ મનોરંજનનું સાધન નથી.શ્રી ઠાકોરજીની સાધનામાં તલ્લીન થવા કિર્તન ગવાય છે.કિર્તનને પુષ્ટિમાર્ગનો પાંચમો વેદ ગણાવાયો છે. કિર્તન ૠતુ અનુસાર અને દિવસમાં પણ વિભાગાનુસાર અલગઅલગ રાગમાં ગવાય છે.જેમકે - પ્રાતઃકાળ - કાલભૈરવ, વિભાસ, પંચમ, આસાવરી વગેરે. મધ્યાહ્રન કાળ - સારંગ, નૂરસારંગ, સામંતસારંગ, શુદ્ધસારંગ વગેરે. સંધ્યાકાળ - રાગ નટ,પૂર્વી, સોરઠ, ગૌરી, હમીર, નાયકી વગેરે.
પુષ્ટિમાગીર્ય સંગીતના અનેક બીજા પ્રકાર છે.જેમાં દોહા, ધોળ, ગરબા, વસંત, રસિયા, લોકગીત, રસના પદ, ચોખરા, આખ્યાન વગેરે સામેલ છે.આ બધા જ પ્રકાર પરંપરાથી ચાલે છે.અને એના રાગ પણ શાસ્ત્રીય સંગીતથી થોડાઘણાં અલગ છે.કહેવાય છે કે પ્રભુ કિર્તનગાન પછી જ બધી સેવા સ્વીકારે છે.એટલે જ હવેલી સંગીતનું પુષ્ટિમાર્ગમાં ઘણું મહત્વ છે.અને એ દ્વારા પ્રભુના ચરણમાં મન, હૃદય અને આત્મા સમર્પિત કરવાનો પ્રયાસ છે.
પૂર્ણ પુરૂષોત્તમ નિકુંજનાયક શ્રીનાથજી નિત્યલીલામાં જે અંતરંગ અષ્ટસખાઓ સાથે લીલાખેલ કરતાં તેજ અષ્ટસખાઓ આપની સાથે જ ભૂતલ ઉપર મનુષ્યરૂપે પ્રગટ થયાં છે.ભાવનાવાળા શ્રી દ્વારકેશજી મહારાજ અષ્ટસખાઓના લીલાસ્વરૂપો સબંધમાં પોતાના એક છપ્પય માં લખે છે કે, ‘ સૂરદાસ સો ‘કૃષ્ણ’, ‘તોક’ પરમાનંદનો, કૃષ્ણદાસ સો ‘ૠષભ’, છીતસ્વામી ‘સુબલ’, લખાનો ‘અર્જુન’ કુંભનદાસ, ચત્રુભૂજદાસ ‘વિશાલા’, નંદદાસ સો ‘ભોજ’, સ્વામી ગોવિંદ ‘શ્રીદામા’, અષ્ટછાપ આઠો સખા. ‘દ્વારકેશ’ પરમાન જિનકે કૃત ગુનમાન કરિ, હોત સજીવન પાન.’