નંદમહોત્સવ

શ્રીમદ ગોકુળ નંદાલયમાં ત્યારે ધામધૂમથી અને ભાવભાવનાઓથી ભરેલા અનેક વ્રજભક્તે નંદમહોત્સવ દહીં, દૂધ, મીઠાઈ ઈત્યાદિથી ઉજવે છે.વ્રજભક્તેએ ઉજવેલો ઉત્સવ તે અપૂર્વ અભેદ આનંદ આજેપણ પુષ્ટિ મંદિરોમાં આબેહૂબ નંદમહોત્સવમાં જોવા મળે છે.અષ્ટમીની રાતથી તે નવમીની સવાર સુધી નંદાલયની ઘડીભર યાદ રહે તેવી ઝાંખી નંદમહોત્સવનાં દર્શન કરતાં થાય છે.જન્માષ્ટમી અને નંદમહોત્સવની પ્રથા મૂળ લીલાને યાદ કરાવે એમ આજે પણ પુષ્ટિમંદિરોમાં ઉજવાય છે.જેમકે પ્રભુને પારણાં માં પધરાવી ગોપગોપીજનો અનેક ખેલવણાંઓથી ખેલાવી ને ઝુલાવે છે.અરસપરસ દહીંનો છંટકાવ થાય અને દહીં નો કીચ જામે છે.પલનામાં પ્રભુના અતિ અલૌ્કિક દર્શન થાય છે.પુષ્ટિમાં બે પાટા ઉપર ગાડી ચાલે એટલે કે બાળલીલા અને કિશોરલીલાનો ભાવ.માટે પલનાદર્શનમાં ચાર પલના ગવાય છે.તેમાં શ્રી ગુસાંઈજી રચિત પલનું પ્રથમ ગવાય છે.બાદ આરતી ઉતરે ત્યારે બાળલીલાના કીર્તન ગવાય છે.

પલના શ્રી જશોદાના બાલભાવે છે.શ્રી ઠાકોરજીની સેવા બાલભાવની છે.તેથી પલના ઝુલાવાય છે.જયંતિ કે ઉત્સવ ના દિવસે મનોરથપ્રમાણે પલના ઝુલાવાય છે.સોનાના, ચંદનના, સુરંગના, ચાંદીના, ફૂલના કે મોતીના, જેનો જેવો ભાવ તે પ્રમાણે શ્રી ઠાકોરજીને લાડ લડાવી પલના ઝુલાવે છે.કોરી હળદરનો ચતુષ્કોંણ ચોક પૂરી તેના પર પલના પધરાવવા.તેની નીચે આસન બિછાવવું.પલનાની બન્ને બાજુ લાકડાનાં તથા ચાંદીનાં રમકડાં ધરવા.વૈષ્ણવોને ત્યાં નંદમહોત્સવમાં શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી, તથા ગોપગ્વાલનાં ભેખ આવી શકતાં નથી.પણ પલનાનો સેવાપ્રકાર વૈષ્ણવો પોતાના ઘરે પ્રેમપૂર્વક કરી શકે છે.
નંદ કે ઘર આનંદ ભયો જય કનૈયા લાલકી જશોદા કો પૂત ભયો જે કનૈયાલાલકી.
ધન્ય ધન્ય ગોપી ગ્વાલ ધન્ય યશોદા નંદલાલ ધનધન વ્રજવાસી ભયે જૈ કનૈયાલાલકી.
આનંદ ભયો આનંદ ભયો જે કનૈયાલાલ કી.
હાથી દીએ ઘોડા દીએ ઔર દીએ પાલકી જે કનૈયાલાલ કી
જુવાન કું ઘોડા દીએ બુઢેનકો પાલકી જે કનૈયાલાલ કી.
ફુલી ફુલી ગોપી આઈ ફુલે ફુલે ગ્વાલ આયે જે કનૈયાલાલ કી.
હરખે વ્રજવાસી આયે આનંદ આનંદ ગાયે જે કનૈયાલાલ કી.
ચારણ આયે ભાટ આયે ઢાઢી આયે ઢાઢીન આયે જે કનૈયાલાલ કી.
જૈ જૈ જૈ શબ્દ બોલે ગુણગાન ગાયે જે કનૈયાલાલ કી.
ફુલે ફુલે બ્રાહ્મણ આયે મંત્ર પઢી આશિષ દિયે જે કનૈયાલાલ કી.
ભ્રહ્મા શિવ નારદ શારદ દેવમુનિ દર્શન કો આયે પુષ્પન વૃષ્ટિ કરાયે જે કનૈયાલાલ કી.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.