શ્રી ગુસાંઈજી - ઉપદેશ
તેમણે ઉપદેશ આપ્યો હતો કે, ‘ જીવે હિંસાનો ત્યાગ કરી, દયા અને પરોપકાર આચરવા.વૈષ્ણવોએ ગૌસેવા અવશ્ય કરવી.દુષ્ટ અન્ન અને દુષ્ટ સંગથી દૂર રહેવું તથા પ્રમાણિક અને પવિત્ર જીવન જીવવું.’તેમણે વૈષ્ણવોના સોળ લક્ષણ ભારપૂર્વક બતાવ્યા હતા.તેમણે એક એવો સમાજ તૈયાર કર્યો હતો કે જેમાં હિન્દુઓ ઉપરાંત હરિજનો, શુદ્રો, મુસલમાનો અને અન્ય ધમીર્ઓનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે બતાવેલા વૈષ્ણવના સોળલક્ષણ નીચે પ્રમાણે છે.
-
૧)હમેશા બધા પર દયા રાખવી.
-
૨)કોઈપર ક્રોધ ન કરવો.
-
૩)કોઈનો દ્રોહ ન કરવો.
-
૪)કોઈના કડવા વચન સાંભળીને પણ તેનાપર અભાવ ના લાવવો.
-
૫)હંમેશા સાચું બોલવું.
-
૬)પ્રભુમાં નિર્મળ બુદ્ધિ રાખવી.
-
૭)હંમેશા બધા ઉપર ઉપકાર કરવો.
-
૮)વિષયવાસનાનો ત્યાગ કરવો.
-
૯)ભગવાન અને ભગવદીય પર વિશ્વાસ રાખવો.
-
૧૦)શરીર આળસુ બને એટલો પ્રસાદ ન લેવો.
-
૧૧)સદા પ્રભુનું શરણ સ્વીકારી દાસભાવ રાખવો.
-
૧૨)બર્હિમુખ સાથે વિવાદ ન કરવો.મૌન રાખવું.
-
૧૩)સેવા સાવધાનીથી કરવી.
-
૧૪)પ્રભુની લીલાભાવના જ્યાં ત્યાં ના કહેવી.
-
૧૫)અભિમાન ના કરવું.
-
૧૬)ધીરજ રાખી નિંદ્રા, ભૂખ, તરસ, ઠંડી અને ગરમી સહન કરવા.