તનુજા, વિત્તજા અને માનસી સેવા
શરીર યાને તન દ્વારા કરવામાં આવતી સેવા એટલે ‘તનુજા સેવા’.જેમાં બીજા કોઈ પાસે નહીં પરંતુ પોતાના હાથે કે સૌરભીથી સફાઈ કરવી દેવસેવાના વાસણ માંજવાથી માંડીને સામગ્રી સિદ્ધ કરવા સુધીની તમામ સેવાઓ જાતેજ કરવાનો અનુરોધ છે.
સંપત્તિ યાને ‘વિત્ત’ [દ્રવ્ય].દ્રવ્ય દ્વારા કરવામાં આવતી સેવા એટલે ‘વિત્તજાસેવા’.જેમાં પોતે પ્રમાણિકતાથી અને નીતિથી કમાયેલું ધન ઠાકોરજીની સેવા પાછળ અને પુષ્ટિ સંપ્રદાયના પ્રચાર માધ્યમો પાછળ ખર્ચવાનો ખાસ આગ્રહ છે.
મનમાં [હ્ય્દયમાં] ભગવાનનું સ્વરૂપ ઉતારી ધારણ કરી ભક્ત્ભાિવપૂર્વક કરવામા આવતી માનસિક સેવા એટલે ‘માનસી સેવા’ .જેમાં સૂતા જાગતા ઉંઘતા બેસતા ખાતા પીતા હરતા ફરતા અહર્નિશ ‘ શ્રીકૃષ્ણ શરણં મમ્ ’ અષ્ટાક્ષરનો મંત્રનો અજાપાજાપ જપાતો જ રહે એવો ભાવ નિહિત છે.
તનુજા અને વિત્તજા બન્ને સાધન સેવા છે.તેના ફળ સ્વરૂપે માનસી સેવા સિદ્ધ થાય. માનસી સેવા દ્વારા પ્રાપ્ત થતા ત્રણ પ્રકારના દ્રવ્ય સાયુજ્ય સેવાપયોગી દેહ અને અલૌકિક સામર્થ્ય પૈકી જેવો જેનો સેવાધિકાર તેવો તેને એમ આમાંનો એક યા વધુ ફળાધિકાર પ્રાપ્ત થાય છે.
સાયુજ્ય ફળ એટલે સતત પ્રભુમય રહેવાની સ્થિતિ.સેવાપયોગી દેહ એટલે સાક્ષાત લીલારસનો્ અનુભવ કરનારની સાથે બેસવાનું તથા દર્શન કરવાનું ફળ મળે એવી સ્થિતિ.અલૌકિક સામર્થ્ય એટલે ભક્ત્ના લૌકિક દેહને પ્રભુ અનુગ્રહથી અલૌકિક બનાવી દે અને પછી એમાં એવું સામર્થ્ય મૂકી દે કે તે પ્રભુની નિત્યલીલા અને નિભૂતલીલાનો રસાનંદ સ્વયં માણી શકે.