ઉદે્શ્ય
  • ૧)
    મહાસાગર પણ જેની પાસે વામણા છે તેવા મારા ઈષ્ટદેવ શ્રીનાથજીબાવાને મારા આ એક બિંદુ સમાન પ્રયત્ન દ્વારા મારી ભાવભાવના અર્પણ કરવી.

  • ૨)
    પુષ્ટિમાર્ગની વૈષ્ણવોને સાચા પ્રમાણમાં માહિતી મળે અને ઘેર બેઠા તેઓ પુષ્ટિમાર્ગીય ગંગામાં સ્નાન કરી પવિત્ર થઈ શકે.પુષ્ટિમાર્ગના વિવિધ પાસાની તલસ્પશીર્ માહિતી મેળવી શકે.

  • ૩)
    ‘ પુષ્ટિમાર્ગએ જ સાચો માર્ગ ’ તેવી સમજશક્તિ કેળવે.

  • ૪)
    વિવિધ ઉત્સવાનુસાર ચિત્રજી તથા તેની સાથેની જરૂરી ઊંડાણપૂર્વકની માહિતી રસપૂર્વક મેળવે તથા તેનો વ્યવહારમાં ઉપયોગ કરે.

  • ૫)
    આજના વૈજ્ઞાનિકયુગમાં તંત્રજ્ઞાનનો બહોળો ઉપયોગ દરેક ક્ષેત્રે થઈ રહ્યો છે ત્યારે ધર્મને તંત્રજ્ઞાન [Technology] સાથે જોડવાનો એક નમ્ર પ્રયાસ કરવો.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.