નિરાભિમાનીપણું અને વૈષ્ણવીવૃત્તિ :
વૈષ્ણવમાત્રને ભગવદ્ સ્વરૂપ સમજીને એમની સાથે સદા સચ્ચાઈપૂર્વક વ્યવહાર કરવો.
પુષ્ટિમાર્ગના અગિયાર મહાવ્રતો
-
૧)
-
૨)સેવા :તનુજા સેવા અને વિત્તજા સેવા થકી ક્રમશઃ માનસી સેવા તરફ અભિમુખ થવાનો અભિગમ કેળવવાનો દિવ્ય મનોરથ મનમાં પ્રસ્થાપિત કરીને પોતાનું ચંચળ મન અહર્નિશ ઠાકોરજીના ચરણકમળમાં જોડવું.
-
૩)પ્રભુપરાયણ જીવન :આંતરબાહ્ય શુદ્વતા જાળવી કામવાસનાનો અને વ્યસન માત્રનો ત્યાગ કરી નિંદા પ્રશંસાને તથા સાંસારિક સુખદુઃખને સમાન ભાવે સ્વીકારી સદા પ્રસન્ન ચિત્તે પ્રભુપારાયણ જીવન જીવવું.
-
૪)કૃતનિશ્ચય :પુષ્ટિજીવી વૈષ્ણવે પૂર્ણ શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરવા ઉપરાંત ઠાકોરજીની સેવામાં સમયે સમયે જે તહેવારો / ઉત્સવો આવતા હોય તે સંપૂર્ણ ઉત્સાહ ઉલ્લાસથી ઉજવવા કૃતનિશ્ચયી બનવું.