રાજભોગદર્શન
રાજભોગના દર્શન પહેલા મુખીયાજી બૂમ પાડે છે કે‘ માલા બેગી લાઈઓ.’ સાથે દર્શનનો ટેરો ખુલે છે.પ્રભુનું સ્વરૂપ અદભૂત વૈભવથી ઓપે છે.એક શ્રીહસ્તમાં પદમ અને બીજા શ્રીહસ્તમાં વેણુ તથા વેત્ર[ગેંડીદડો રમવાની લાકડી] અપાય.
શ્રીમસ્તકે ‘કૂલ્હા’ નો શૃંગાર થાય.જલપાન માટે યમુનાજીના જળ ભરેલા ઝારીજી તથા મુખવાસ માટે પાનના બીડા ધરાય.ભોગની ભાવના પૂર્ણ થયા બાદ દર્પણમાં નિજ પ્રતિબિંબ બતાવાય.ઠાકોરજીની આરતી થાય.શ્રીકૃષ્ણસખા અર્જુન-કુંભનદાસના પદ રાગ, ધનાશ્રી, તોડી આસાવરી અને સારંગમાં ગવાય.
રાજભોગદર્શન વખતે મુખીયાજી ‘માલા બેગી

લાઈઓ’ એવો સાદ પાડે છે તેની પાછળનો હેતુ એટલો જ છે કે એક તો મધ્યાહ્નનો સમય છે અને દર્શનાથીઓ ક્યાંક આઘાપાછા થયા હોય તેથી પુષ્પઉદ્યાનમાંથી પુષ્પમાળા લઈ આવો એવું મોટેથી કહેવાય છે એટલે દર્શનાર્થી સમજી જાય કે હવે રાજભોગદર્શનનો ટેરો ખુલવાનો સમય થઈ ગયો છે.