પુષ્ટિઉત્સવ
આપણે આપણી આંખો દ્વારા કૃષ્ણને અનુભવીએ છીએ.આપણી રગેરગમાં તેની સંવેદના વસી છે.હરિ આપણી આકાંક્ષા, આપણા હ્રદયનો ઉત્સવ છે.કૃષ્ણસ્વરૂપ બનવું એજ આપણો અંતિમ પુરસ્કાર છે.[વેણુગીતા - સુબોધિની]
ભક્તે લગાતાર શ્રીકૃષ્ણની કૃપાની કેડીએ તેના સ્વરૂપો અને લીલા જુદીજુદી રીતે ઉજવે છે.પણ ખાસ પ્રસંગો માટે ચોક્કસ દિવસો અલગ રાખ્યા છે.અનેક ઉત્સવો ભગવાન શ્રીકૃષ્ણે આ પૃથ્વી પર જે લીલાઓ કરી હતી તેની સાથે સંકળાયેલા છે.જેમ કે હિંડોળાનો ઝુલાનો ઉત્સવ, અન્નકૂટની ઉજવણી કે જ્યારે વાનગીઓના ઢગ શ્રી ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે.મકરસંક્રાંતિ જેવા તહેવારનું મૂળ વૈદિક કાળનું છે.જ્યારે અમુક ઉત્સવો સ્થાનિક પરંપરા સાથે જોડાયેલા છે.વસંતૠતુના ચાળીસે ચાળીસ દિવસ ઉત્સવના દિવસ મનાય છે.દર ત્રણ વર્ષે જ્યારે અધિક માસ આવે છે ત્યારે તે પૂરા મહિનાના દરેકેદરેક દિવસે કોઈને કોઈ ઉત્સવની ઉજવણી થાય છે.
ભક્તે હંમેશા કૃષ્ણોત્સવ ઉજવવા આતુર હોય છે.સંસ્કૃત શબ્દ ‘ ઉત્સવ ’ નો અર્થ ફક્ત તહેવાર જ નહીં પણ તેમાં આનંદ, મસ્તી અને ખુશીનો અર્થ પણ સમા યેલો છે.ઉત્સવ ફક્ત્ ભક્ત્ની માનસિક સ્થિતિનું જ ઉત્થાન કરે છે એવું નથી તે કૃષ્ણને પણ ઉત્થિત કરે છે.શ્રીકૃષ્ણ હંમેશા ઉત્સવ સ્વરૂપે જ જોવા મળે છે.