નિકુંજનાયક શ્રીનાથજીનું સ્વરૂપ
શ્રીનાથજીનું સ્વરૂપ એ નિકુંજના દ્વારે ઠાડા [ઊભેલા] નિકુંજનાયકનું સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ ગિરિરાજજીની એક કંદરાના દ્રારે ઉભા રહી, વામ હસ્ત ઉંચો કરી પોતાના ભક્તોને પોતાના સ્વરૂપાનંદનું સુખ આપવા પોતાની પાસે બોલાવે છે. જયારે જમણા શ્રી હસ્તની મુઠ્ઠી વાળી તેને કટિ ઉપર ધારણ કરી અંગૂઠો દ્વારા સૂચવે છે કે હવે તમે મને છોડીને બીજે નહીં જઈ શકો. બીજી બાજુ આસુરી જીવોને ઉદેશીને પ્રભુ નિજ અંગૂઠો બતાવીને ચેતવણી આપે છે કે તમને મારી પાસે આવવાનો કોઈ અધિકાર નથી.
માનવ દેહની કટિ [કમર] એ વાસનાનું જન્મસ્થાન છે. આ વાસનામાંથી છોડાવનારો તો કેવળ પ્રભુ બાલકૃષ્ણ જ છે. એવો ભાવ દર્શવવા માટે પ્રભુનો જમણો શ્રીહસ્ત કટિ પર મૂકયો છે.
