ભોગસેવાદર્શન

આ દર્શનની પાછળની ભાવના એવી છે કે ગાયો અને ગોવાળોથી ઘેરાયેલા પ્રભુ ગોપાળકૃષ્ણ ગ્વાલબાલોના વૃંદમાં સંમિલિત થઈ ભોગ આરોગી વનમાંથી ઘરે [નંદાલયમાં] આવવા નીકળ્યા છે.

દૂરથી પ્રભુને આવી રહેલા જોઈને દ્વાર પર ચોકી કરતો એક છડીદાર સ્વામિનીજી પાસે જઈને શ્રીગિરિધરલાલજીના આગમન ની છડી પોકારશે. આ છડીના પોકાર દ્વારા વ્રજવાસીઓને એની જાણ કરવાનો આશય છે કે હવે ગાયો દોહવાનો સમય થઈ ગયો છે.

આ દર્શનમાં પ્રભુના મસ્તકે સેહરાનો શૃંગાર પણ કરાય

છે. શ્રીગોપાલકૃષ્ણના લલાટે પ્રસ્વેદ બિંદુ ચમકતા હોય એ ભાવથી પંખો નંખાય છે.વળી પ્રભુ બહારથી આવ્યા હોવાને કારણે કોઈની અશુભ નજર લાગી ગઈ હોય તો તેના નિવારણાર્થે મોરછલ્લા વડે નજર ઉતારાય છે.

શ્રીકૃષ્ણના અષ્ટસખા વિશાલજી[ચતુર્ભૂજ દાસ]ના પદ રાગ નટવાયી, યમન, ગોરી વગેરેમાં ગવાય.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.